રિલાયન્સથી જુદી થઈ જિયો ફાઇનાન્શિયલ સર્વિસ, જાણો નવા શૅરની કિંમત

20 July, 2023 06:39 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

જિયો ફાઇનાન્શિયલ સર્વિસ આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝથી અલગ થઈ ગઈ છે. Jio Financial ના શેરની માર્કેટ કિંમતનું મૂલ્યાંકન રૂ. 261.85 પ્રતિ શેર કરવામાં આવ્યું છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

મુકેશ અંબાણી(Mukesh Ambani)ની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance)ના રોકાણકારો માટે આજે 20 જુલાઈ, 2023નો દિવસ ખૂબ જ ખાસ છે. જિયો ફાઇનાન્શિયલ સર્વિસ આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝથી અલગ થઈ ગઈ છે. દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ વતી 8 જુલાઈએ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) તરફથી આ ડિમર્જરની મંજૂરી વિશે માહિતી આપવામાં આવી હતી. ડિમર્જર પછી રિલાયન્સના નવા શેરની કિંમત જાહેર કરવામાં આવી છે.

સ્ટોક એક્સચેન્જ પર સ્પેશિયલ પ્રી-ઓપન કોલ ઓક્શન સેશન પછી NSE (National Stock Exchange) પર Jio Financial ના શેરની માર્કેટ કિંમતનું મૂલ્યાંકન રૂ. 261.85 પ્રતિ શેર કરવામાં આવ્યું છે. ડિમર્જરને ધ્યાનમાં રાખીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરની કિંમત ઘટીને રૂ. 2,580 થઈ ગઈ હતી.

આરઆઈએલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડની ડિમર્જર પછીની એક્વિઝિશન કોસ્ટ 4.68 ટકા છે. રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું નામ બદલીને હવે Jio Financial Services Limited (JFSL) કરવામાં આવ્યું છે.

બુધવારે બજાર બંધ થવાના સમયે BSE પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરનો ભાવ રૂ. 2,840 હતો. જો આ કિંમતને ધ્યાનમાં લેવામાં આવે તો એક્વિઝિશન કોસ્ટ ઘટીને 133 રૂપિયા થઈ જાય છે.

BSE અને NSE પર આજે સવારે 09થી 09:45 સુધી સ્પેશિયલ પ્રો-ઓપન ટ્રેડિંગ સેશનમાં ડિમર્જ્ડ કંપનીની માર્કેટ વેલ્યુની ગણતરી કરવામાં આવી હતી. આ અંતર્ગત સવારે 10 વાગ્યા સુધી આરઆઈએલના શેરમાં કોઈ સામાન્ય ટ્રેડિંગ થયું ન હતું.

મળતી માહિતી અનુસાર Jio Financial Services Limitedને મુખ્ય સૂચકાંકોમાં સમાવવામાં આવશે પરંતુ લિસ્ટિંગ સુધી આ શેરમાં ટ્રેડિંગ થશે નહીં. આ સ્ટોકનું લિસ્ટિંગ આગામી બેથી ત્રણ મહિનામાં થઈ શકે. એવી પણ ધારણા વ્યક્ત કરવામાં આવે છે કે રિલાયન્સની આગામી એજીએમમાં તેની જાહેરાત થઈ શકે છે.

બુધવાર એટલે કે 19 જુલાઈ સુધી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર ધરાવનારા શેરધારકો 1:1માં JFSL શેર મેળવવા માટે પાત્ર બનશે. ઉદાહરણ તરીકે જો તમે 19 જુલાઈ સુધી RIL ના 100 શેર ધરાવો છો, તો તમને JFSL ના 100 શેર મળશે. NSE Jio Financial ને અસ્થાયી રૂપે નિફ્ટી50, નિફ્ટી100, નિફ્ટી200, નિફ્ટી500 અને 15 વધુ એન્ડીસેઝમાં સમાવવામાં આવશે. જો કે, લિસ્ટિંગ સુધી તો JFSLના શેરની કિંમત એ જ રહેશે.

જીઓ ફાઇનાન્શિયલ કન્ઝ્યુમર એન્ડ મર્ચન્ટ લેન્ડિંગ વ્યવસાય શરૂ કરવાની યોજના ધરાવે છે. ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસિસની મોટી કંપની મેક્વેરીએ ગયા જ વર્ષે તેના રિપોર્ટમાં રિલાયન્સના ફાઇનાન્શિયલ સર્વિસિસ બિઝનેસને માર્કેટ ગ્રોથના સંદર્ભમાં Paytm અને અન્ય ફિનટેક કંપનીઓ માટે મોટો ખતરો ગણાવ્યો હતો.

ગયા વર્ષે જ મુકેશ અંબાણીએ Jio Financialને અલગ યુનિટ બનાવવાની જાહેરાત કરી દીધી હતી. આ બાબતની જાહેરાત કરતી વખતે તેમણે કહ્યું હતું કે, Jio Financial એ ટેક્નોલોજી આધારિત બિઝનેસ હશે. આને કારણે દેશભરમાં ડિજીટલ રીતે ફાયનાન્શિયલ પ્રોડક્ટ ઓફર કરશે.

 

 

 

mukesh ambani reliance jio stock market national stock exchange bombay stock exchange nifty