રિઝર્વ બૅન્ક ચોથા ક્વૉર્ટરમાં વ્યાજદર ઘટાડી શકે

30 May, 2023 02:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑક્સફોર્ડ ઇકૉનૉમિક્સના અહેવાલનું તારણ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

લોન લેનારા માટે સારા સમાચાર છે કે ચાલુ વર્ષના અંતિમ ક્વૉર્ટરમાં વ્યાજદરો ઘટી શકે છે. ગ્લોબલ ફોરકાસ્ટિંગ ફર્મ ઑક્સફોર્ડ ઇકૉનૉમિક્સે જણાવ્યું હતું કે આરબીઆઇ વર્તમાન કૅલેન્ડર વર્ષના ચોથા ક્વૉર્ટરમાં ચાવીરૂપ બેન્ચમાર્ક પૉલિસી રેટમાં ઘટાડો કરી શકે છે, કારણ કે પરિબળોના મિશ્રણથી મધ્યસ્થ બૅન્ક ધ્યાન કેન્દ્રિત કરી શકશે અને વધુ અનુકૂળ નીતિ વલણ અપનાવશે.
તેણે વધુમાં જણાવ્યું હતું કે ફુગાવો પહેલાંથી જ હળવો થવા લાગ્યો છે અને ગ્રાહક-ફુગાવાની અપેક્ષાઓ ઘટી રહી છે. એથી ધ્યાન વર્તમાન વધતા વ્યાજદરની સાઇકલમાં ટોચના સ્તરના અંદાજથી વ્યાજદરમાં કાપનો સમય આવી રહ્યો છે. અમારા મતે ૨૦૨૩નાં ચોથા ક્વૉર્ટરમાં વ્યાજદરમાં પહેલો કાપ આવી શકે છે. ગ્લોબલ ફોરકાસ્ટિંગ ફર્મે જણાવ્યું હતું કે એમપીસી સ્પષ્ટ સંકેતો જોવા માગશે કે ફુગાવો એની લક્ષિત રેન્જની મધ્યમાં સ્થિર થઈ રહ્યો છે. અમારા મતે આ વર્ષના અંત પહેલાં આ સ્થિતિ જોવા મળશે.

business news reserve bank of india