રાયપુર શહેર રિયલ એસ્ટેટ ક્ષેત્રે બ્લૉકચેઇનનો ઉપયોગ કરવા સક્રિયઃ આઇસી૧૫ ઇન્ડેક્સ ૩૬૧૩ પૉઇન્ટ વધ્યો

27 July, 2024 07:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડેક્સ ૮૦,૩૬૨ ખૂલીને ૮૪,૧૬૨ની ઉપલી અને ૭૯,૫૧૬ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો

પ્રતીકાત્મક તસવીર

અમેરિકામાં મૅક્રોઇકૉનૉમિક આંકડાઓ સારા આવ્યા અને વ્યાજદરમાં ઘટાડો થવાની શક્યતા વધી એને પગલે વૈશ્વિક ​ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં શુક્રવારે નોંધપાત્ર વૃદ્ધિ થઈ હતી. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ–આઇસી૧૫ બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ૪.૫૦ ટકા (૩૬૧૩ પૉઇન્ટ) વધીને ૮૩,૯૭૫ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૮૦,૩૬૨ ખૂલીને ૮૪,૧૬૨ની ઉપલી અને ૭૯,૫૧૬ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ટોચના વધેલા કૉઇન સોલાના, બિટકૉઇન, કાર્ડાનો અને ડોઝકૉઇન હતા. એક્સઆરપી એકમાત્ર ઘટનાર હતો.
દરમ્યાન ભારતના રાયપુર શહેરમાં બ્લૉકચેઇનની મદદથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે બ્લૉકચેઇન ટેક્નૉલૉજીનો ઉપયોગ શરૂ કરવામાં આવવાનો છે. રાયપુરના વહીવટીતંત્રે બ્લૉકચેઇન કંપની ઍરચેઇન્સ સાથે મળીને રિયલ એસ્ટેટમાં સલામતી વધારવાના અને પ્રોસેસિંગ સમયગાળો એક મહિનાથી ઘટાડીને ત્રણ દિવસ કરવાના આયોજન સાથે આ સહકાર સાધ્યો છે. બીજી બાજુ, જર્સી શહેરના મેયર સ્ટીવન ફુલોપે શહેરના પેન્શન ફન્ડનો અમુક હિસ્સો બિટકૉઇન એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ (ETF)માં રોકવાનું આયોજન કર્યું છે. અન્ય એક અહેવાલ મુજબ ક્રિપ્ટો એક્સચેન્જ ક્રેકેનના સર્વેક્ષણમાં જણાઈ આવ્યું છે કે ૭૩ ટકા લોકો વર્ષ ૨૦૨૫ સુધીમાં ક્રિપ્ટોમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છે. 

business news crypto currency bitcoin raipur