28 September, 2023 10:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમેરિકામાં સ્પૉટ બીટકૉઇન ઈટીએફને મંજૂરી આપવા માટે સંસદસભ્યો સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશનને અનુરોધ કરી રહ્યા છે એવા સમયે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સુધારો થોડો આગળ વધ્યો છે. સંસદસભ્યોનું કહેવું છે કે કમિશને બીટકૉઇન ઈટીએફને અટકાવવાને બદલે અદાલતોનું મંતવ્ય ધ્યાનમાં લેવું જોઈએ. એક અહેવાલ મુજબ ચીનનું શાંઘાઈ
શહેર હવે વર્ષ ૨૦૨૫ સુધીમાં બ્લૉકચેઇન શહેર બનવા ઇચ્છે છે અને એને માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.
દરમ્યાન ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫ બુધવારે બપોરે ૪ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૦.૮૭ ટકા (૨૯૬ પૉઇન્ટ) વધીને ૩૪,૨૩૪ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૩૩,૯૩૮ ખૂલ્યા બાદ ૩૪,૨૫૩ની ઉપલી અને ૩૩,૭૪૦ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો.
બીજી બાજુ, ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ - જેમિની વિસ્તરણની પ્રક્રિયા હાથ ધરી રહ્યું છે. એક્સચેન્જ ગુરગાંવમાં કાર્યાલય સ્થાપીને બે વર્ષના ગાળામાં આશરે ૨૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવા ધારે છે.