પ્રણય રૉય અને તેમનો પરિવાર એનડીટીવીનો ૯૯.૫ ટકા હિસ્સો અદાણીને વેચશે

30 November, 2022 02:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મીડિયા ફર્મના પ્રમોટર ઍન્ટિટીએ અદાણી જૂથની ફર્મને શૅર જારી કર્યા છે અને શૅર ટ્રાન્સફર અદાણીને એનડીટીવીના ૨૯.૧૮ ટકા પર નિયંત્રણ આપશે.

ગૌતમ અદાણી

ગૌતમ અદાણી ન્યુ દિલ્હી ટેલિવિઝન લિમિટેડ (એનડીટીવી)ને ટેકઓવર કરવાના તેમના પ્રયાસમાં વધુ નજીક આવ્યા, જ્યારે મીડિયા ફર્મના પ્રમોટર ઍન્ટિટીએ અદાણી જૂથની ફર્મને શૅર જારી કર્યા છે અને શૅર ટ્રાન્સફર અદાણીને એનડીટીવીના ૨૯.૧૮ ટકા પર નિયંત્રણ આપશે.

એનડીટીવીએ જણાવ્યું હતું કે એના પ્રમોટર જૂથ વાહન RRPR હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડએ વિશ્વપ્રધાન કમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ (વીસીપીએલ)માં એના હોલ્ડિંગના ૯૯.૫ ટકા ઇક્વિટી શૅર જારી કર્યા છે. આ વર્ષે ઑગસ્ટમાં, અદાણી જૂથે વીસીપીએલ હસ્તગત કર્યું હતું, જેણે કહ્યું હતું કે એની પાસે RRPRHના વૉરન્ટ છે.

વીસીપીએલે કહ્યું કે એણે આ વૉરન્ટનો ઉપયોગ RRPRHમાં ૯૯.૫ ટકા હિસ્સો હસ્તગત કરવા માટે કર્યો હતો અને આવા સંપાદનના પરિણામે વીસીપીએલ RRPRH પર નિયંત્રણ મેળવશે.
ત્યારે રોઇઝે કહ્યું હતું કે વીસીપીએલે કંપની અથવા તેમની સાથે કોઈ પણ ચર્ચા કર્યા વિના RRPRH પર નિયંત્રણ મેળવવા માટે એના અધિકારોનો ઉપયોગ કર્યો છે.

business news gautam adani share market