05 February, 2024 03:40 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુકેશ અંબાણીની ફાઇલ તસવીર
જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ (JFS)ના શેરમાં સોમવારે 15 ટકાથી વધુનો ઉછાળો થયો હતો. બજારમાં એવા સમાચાર વહેતા થયા હતા કે, મુકેશ અંબાણીની કંપની પેટીએમના વૉલેટ બિઝનેસ (Paytm Payments Bank)ને હસ્તગત કરવામાં સૌથી આગળ છે. બપોરે 2.22 વાગ્યે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડના શેર 15.80 ટકા વધીને રૂા. 293.90 પર પહોંચી ગયા હતા. તેનાથી વિપરીત, નિયમનકારી પડકારો વચ્ચે પેટીએમના શેર 10 ટકાની નીચલી સર્કિટ મર્યાદામાં પર જ રહ્યા હતા, જેમાં ત્રણ ટ્રેડિંગ સેશનમાં 43 ટકાના ઘટાડા થયો છે.
એચડીએફસી બૅન્ક અને જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ આ એક્વિઝિશન (Paytm Payments Bank) માટે ટોચના દાવેદારોમાં છે, હિન્દુ બિઝનેસ લાઇનના અહેવાલ છે. જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ એ જિયો પેમેન્ટ્સ બૅન્ક નામના સંયુક્ત સાહસ સાથેની હોલ્ડિંગ કંપની છે અને જિયો ઇન્શ્યોરન્સ બ્રોકિંગ (JIBL), જિયો પેમેન્ટ સોલ્યુશન્સ (JPSL) અને જિયો ફાઇનાન્સ (JFL) જેવી પેટાકંપનીઓ દ્વારા નાણાકીય સેવાઓનું સંચાલન કરે છે.
અગાઉના અહેવાલો સૂચવે છે કે પેટીએમ તેના વોલેટ બિઝનેસને વેચવા માટે સંભવિત રોકાણકારો સાથે પ્રારંભિક વાટાઘાટો કરી રહી છે. એચડીએફડી બૅન્ક અને જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ એક્વિઝિશન માટેની રેસમાં અગ્રેસર છે. જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડએ બ્લેકરોક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સાથે મળીને મ્યુચ્યુઅલ ફંડ પ્રવૃત્તિઓ કરવા માટે મંજૂરી માટે પણ અરજી કરી છે, જેમાં પ્રત્યેક $150 મિલિયનના પ્રારંભિક સંયુક્ત રોકાણની યોજના છે.
પેટીએમ પડકારોનો સામનો કરી રહી છે, જેમાં તેની ચુકવણી બૅન્ક પ્રવૃત્તિઓ પર આરબીઆઈના પ્રતિબંધો અને કથિત મની લોન્ડરિંગમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસના અહેવાલો સામેલ છે, જેને કંપની નકારે છે. બ્લૂમબર્ગના અહેવાલમાં અનિશ્ચિતતાઓમાં વધારો થયો છે, જે સૂચવે છે કે આરબીઆઈ આવતા મહિનાની શરૂઆતમાં પેટીએમ પેમેન્ટ્સ બૅન્કનું લાઇસન્સ રદ કરવાનું વિચારી શકે છે.
જોકે, ડિજિટલ પેમેન્ટ્સ ફર્મે સ્પષ્ટતા કરી છે કે ન તો કંપની કે તેના સ્થાપક કોઈપણ ઈડી તપાસનો સામનો કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, કંપની પેટીએમ પેમેન્ટ્સ બૅન્કથી બાહ્ય બૅન્કોમાં કામગીરીને સ્થાનાંતરિત કરવા માટે જરૂરી તમામ પગલાં લઈ રહી છે.
પેટીએમ પેમેન્ટ્સ બૅન્ક પર RBIની એક્શન, 29 ફેબ્રુઆરી પછી નહીં મળે આ સર્વિસ
ભારતીય રિઝર્વ બેન્કે કહ્યું કે પેટીએમ પેમેન્ટ્સ બૅન્કની ઑડિટમાં સુપરવાઈઝરી ખામીઓ મળી છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. 15 માર્ચ સુધી પેટીએમ પેમેન્ટ્સ બેન્કને નોડલ અકાઉન્ટ સેટલ કરવા માટે કહેવામાં આવ્યું છે. નવા ગ્રાહકોના ડિપૉઝિટ લેવા પર તત્કાલ સ્ટે મૂકી દેવામાં આવ્યું છે.
ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ પેટીએમની બેન્કિંગ સર્વિસ વિરુદ્ધ બુધવારે મોટી એક્શન લીધી. RBIએ પેટીએમ પેમેન્ટ બેન્ક પર ક્રેડિટ ટ્રાન્ઝેક્શન અને કોઈપણ પ્રકારની ડિપૉઝિટ લેવા પર સ્ટે મૂકી દીધો છે. એવામાં 29 ફેબ્રુઆરી પછી પેટીએમ હવે બેન્કિંગ નહીં આપી શકે. RBIએ કહ્યું કે નિયમોનું પાલન ન કરવાને કારણે પેટીએમ પેમેન્ટ્સ બૅન્ક પર એક્શન લેવામાં આવી છે.