16 September, 2024 10:00 AM IST | Mumbai | Dharmik Parmar
ડિઝાઇન: કિશોર સોસા
ગુજરાતીમાં સુપ્રસિદ્ધ કહેવત છે કે ‘આજે રોકડા ને ઉધાર કાલે’ જેનો સરળ અર્થ છે ‘રોકડા તે ખરા; ઉધારની વાત નહીં’. જોકે, ઉપભોક્તાવાદને પગલે આ કહેવતનો અર્થ એમ કરીએ કે ‘આજે રોકડા (લોન) ને ઉધાર (ઇએમઆઈ) કાલે’ તો પણ અતિષિયોક્તિ નથી. આવી સ્થિતિમાં યોગ્ય નાણાકીય નિર્ણયો કેવી રીતે લેવા? કઈ બાબતોનું ધ્યાન રાખવું? ઇન્વેસ્ટમેન્ટ ક્યાં, ક્યારે અને કેવી રીતે કરવું? આ બધા જ સવાલોના જવાબ આપવા માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે નવું નજરાણું ‘પૈસાની વાત’ (Paisa Ni Vaat). આ કૉલમમાં આપણે મળીશું ફાઇનાન્શિયલ એક્સપર્ટ્સને અને તેમની પાસેથી જાણીશું ફાઇનનાન્સના કેટલાક મૂળભૂત ફંડા.
શેમાં ઇન્વેસ્ટમનેટ કરું? કઈ રીતે નક્કી કરશો?
આજે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ઘણા બધા ઓપ્શન છે. ઈક્વિટી, બોન્ડથી લઈને આજે તો બિટકોઇન જેવી ક્રિપ્ટો કરન્સીને પણ નવા ઈન્વેસ્ટર્સ પસંદ કરી રહ્યા છે, આવો આજે ફાયનાન્શિયલ એક્સપર્ટ જયેશ ચિતલિયા પાસેથી તમારા બધા જ પ્રશ્નોનું સમાધાન (Paisa Ni Vaat) મેળવીએ. જયેશ ચિતલિયા ગુજરાતી મિડડે ડૉટ કોમને જણાવે છે કે, "ઇન્વેસ્ટમેન્ટ જ્યારે કરીએ છીએ ત્યારે સૌ પ્રથમ સાધન જોવું પડે. કયા સાધનમાં ઇન્વેસ્ટ કરીએ છીએ એ મહત્વનું છે. સાધનના હિસાબે એમાં જોખમ અને સલામતીની માત્રા નક્કી થાય છે. ઇન્વેસ્ટર પોતે કેટલી રકમનું ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે? કેટલું જોખમ લેવા માંગે છે? કેટલી સલામતીની માત્રા તેને જોઈએ છે? અને કેટલા સમય માટે તેને ઇન્વેસ્ટમનેટ કરવું છે? આ બધાના આધારે ઇન્વેસ્ટમેન્ટનું સાધન નક્કી કરવું જોઈએ."
જયેશ ચિતલિયા આગળ જણાવે છે કે, "અત્યારે શેરબજાર (Paisa Ni Vaat)માં તેજી છે અને સતત ગ્રોથ થઈ રહ્યો છે. હા, ઇન્વેસ્ટરે એટલું તો વિચારવું જ કે જ્યારે હું ઇન્વેસ્ટ કરી રહ્યો છું ત્યારે હું રિસ્ક લઈ રહ્યો છું. રિસ્ક એટલે કે ડરી જવાની જરૂર નથી. પણ એટલું ધ્યાન રાખવું કે જ્યારે તમે રિસ્ક લો છો ત્યારે એ જોવું કે તમે બ્લાઇન્ડ ગેમ નથી રમી રહ્યા ને. વિચાર્યા વગર કે ટોળાંમાં આવીને રિસ્ક ન લેવું જોઈએ. પણ એ ખાસ જોવું કે હું શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટ નથી કરતો, હું કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરું છું; જે શેરબજારમાં લિસ્ટેડ છે. તમે જે કંપનીના શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો તે કંપની પર તમારો વિશ્વાસ હોવો જોઈએ. તેના ગ્રોથ પર તમારો વિશ્વાસ હોવો જોઈએ. ઓછા સમય માટે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો ત્યારે તમે વધારે રિસ્ક લઈ રહ્યા છો."
ઇક્વિટી એટલે શું? તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા શું ધ્યાન રાખવું?
ઇક્વિટીમાં રિસ્ક ફેક્ટર વિશે જયેશ ચિતલિયા કહે છે કે, "ઇક્વિટીમાં રિસ્ક છે પણ વેલ્થ પણ છે. એ જોવાનું કે તમારી રિસ્ક લેવાની ક્ષમતા કેટલી છે. એ આધારે પસંદગી કરવાની છે. એક્વિટીમાં બીજી આઈટમ છે આઇપીઓ. અત્યારે આઇપીઓની વણઝાર ચાલે છે. તમારે આડેધડ રોકાણ કરવાનું નથી. આ આઇપીઓ કોણ લાવે છે? કઈ કંપની લાવે છે? તેની નામના, ગ્રોથ રેટ કેવો છે?તેના પ્રમોટરોનો ટ્રેક રોકોર્ડ કેવો છે? આ બધું જ સમજીને તમારે ઇન્વેસ્ટમનેટ કરવું જોઈએ. ઉતાવળ ન કરવી જોઈએ. સ્ટડી કર્યા પછી જ ઝંપલાવવું જોઈએ."
શું છે મ્યુચઅલ ફંડ? એ વિશે એક્સપર્ટ શુ કહે છે?
જયેશભાઇ કહે છે કે, "ઇન્વેસ્ટર નવો હોય કે જૂનો હોય તેણે મ્યુચઅલ ફંડથી શરૂઆત કરવી જોઈએ. તેમાં ઘણી બધી સ્કીમ છે. દરેક પરિવારે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જ જોઈએ. કારણકે તે બેન્ક એફડી કરતાં સારું વળતર આપે છે અને તેની સલામતી પણ ઊંચી છે. ઝીરો રિસ્ક એવું નથી. પણ લાંબા સમય માટે રાખવાના હોવ તો રિસ્ક મિનિમમ થઈ જાય છે. બેન્ક એફડી કરતાં ડબલ રિટર્ન આરામથી આપી શકે છે."
મિત્રો, ઇક્વિટી, ડૈબ્ટ અને ગોલ્ડમાં પણ રોકાણ (Paisa Ni Vaat) કરી શકો છો. આ ત્રણેયનું કોમ્બિનેશન એક જ સ્કીમમાં પણ કરી શકાય. એટલે તમારું એક જ સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ ત્રણેય ઍસેટમાં થઈ ગયું કહેવાય. ત્રણેયમાં જે રિટર્ન છૂટતું હોય તે છૂટે. ઍસેટ આલોકેશન મહત્વનું હોય છે, ઇન્વેસ્ટમેન્ટનો આદર્શ નિયમ છે કે ‘બધુ જ એક જ બાસ્કેટમાં ન હોવું જોઈએ’ જેથી તમારું રિસ્ક વહેંચાઈ જાય. ડેબ્ટમાં બોન્ડ, ડિબેન્ચર વગેરે આવે. Diversified Portfolio- જેમાં તમારે કૈં કરવાનું હોતું નથી. ફંડ મેનેજર જ મગજ દોડાવે છે. તમારે માત્ર ઇન્વેસ્ટમેન્ટ કરીને છોડી દેવાનું છે. તમે શેર અને મ્યુચયલ ફંડમાં જાતે જ એપ લઈને ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. ધ્યાનમાં રાખવું કે તમે શેમાં કરી રહ્યા છો, તમને બેઝિક પાયાની સમજ હોવી જોઈએ.
ગવર્નમેન્ટ સિક્યુરિટીમાં કોણ રોકાણ કરી શકે?
જો તમે ગવર્નમેન્ટ સિક્યુરિટીમાં રોકાણ કરો છો તો સમજી લો કે તમે સો ટકા સલામત છો. પણ સામે રિટર્ન પણ એવું જ છે. સલામતી આપે છે તો સામે રિટર્ન પણ મયાદિત થઈ જવાનું. સિનિયર સિટીઝન્સ આજે પર એનમ 30 લાખનું ઇન્વેસ્ટમેન્ટ (Paisa Ni Vaat) કરી શકે છે. કપલ હોય તો બીજા 30 લાખ. જેને રિસ્ક નથી લેવું એ લોકો માટે ગવર્મેન્ટ સિક્યુરિટી બેસ્ટ છે.
તમે એવું પણ મિક્સડ ઇન્વેડતમેન્ટ કરી શકો છો કે જેમાં અમૂકમાં તમે રિસ્ક લીધું છે. અમૂકમાં તમે કેલકયુલેટેડ રિસ્ક લીધું છે અને અમૂકમાં તમે ઝીરો રિસ્ક પણ કર્યું છે. ઉદાહરણ તરીકે તમે 100 રૂપિયામાંથી 20 રૂપિયા અહીંયા લગાડ્યા, 40 બીજે લગાડ્યા, બીજા 15 બીજે લગાડ્યા, બીજા 15 બીજે એમ તમે 100 રૂપિયાને વહેંચી શકો છો.
રિયલ એસ્ટેટમાં કોણે રોકાણ કરવું જોઈએ? શું કહે છે ફાયનાન્શિયલ એક્સપર્ટ?
રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા ઇચ્છુક ઇન્વેસ્ટર્સને જયેશ ચિતલિયા કહે છે કે, "રિયલ એસ્ટેટમાં તમને રોકાણ કરો છો ત્યારે ધ્યાન રહે કે તમારી રકમ મોટી છે. રિસ્ક મોટું છે. એ પણ જોવાનું કે જે તે બિલ્ડર કે ડેવલપર કેવો છે? એનો ટ્રેક રેકોર્ડ કેવો છે? પૈસા લઈને બાંધકામ બંધ કરી દેશે તો? ગવર્ટમેન્ટનો સ્ટે આવી જશે તો? માણસનો સ્ટડી કરવો ખૂબ જરૂરી છે. કમર્શિયલ પ્રોપર્ટી હજી જલ્દી વેચાઈ જાય. રેસિડેન્શિયલમાં રાહ જોવી પડે. Under Constructionમાં સસ્તું પડે છે પણ 3-4 વર્ષ પછી તમને એનું પઝેશન મળશે. છેલ્લા થોડાક વર્ષથી રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (REIT) આવ્યું છે. વળી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ પણ આવ્યું છે. તમે નાની નાની રકમના યુનિટ લઈ શકો છો. ઇન્વેસ્ટમેન્ટમાં ક્યારેય પોન્ઝી સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ ન કરવું જોઈએ. કે જેનો કોઈ ધણી ન હોય અને કોઈ રેગ્યુલેશન નથી કરતું. એવા કોઈ જ સાધનમાં ઇન્વેસ્ટમનેન્ટ (Paisa Ni Vaat) નહીં કરવાનું કે જેનું કોઈ નિયમન નથી કરતું કે જે રજિસ્ટર્ડ નથી.