Paisa Ni Vaat: ટ્રમ્પની સત્તા પર વાપસી ભારતીય શૅરબજારો પર કેટલી અને કેવી અસરકારક?

20 January, 2025 04:02 PM IST  |  Mumbai | Rachana Joshi, Dharmik Parmar

Paisa Ni Vaat: અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ જે ૧૦૦ એક્ઝિક્યુટિવ ઑર્ડર પર હસ્તાક્ષર કરવાના છે ત્યારે શૅરમાર્કેટ પર કેવી અસર રહેશે તેના પર છે રોકાણકારોની નજર

રોકાણ સલાહકાર, નાણાકીય પત્રકાર અને ગુજરાતી મિડ-ડેના કૉલમનિસ્ટ જયેશ ચિતલિયા (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

ગુજરાતીમાં સુપ્રસિદ્ધ કહેવત છે કે ‘આજે રોકડા ને ઉધાર કાલે’ જેનો સરળ અર્થ છે ‘રોકડા તે ખરા; ઉધારની વાત નહીં’. જોકે, ઉપભોક્તાવાદને પગલે આ કહેવતનો અર્થ એમ કરીએ કે ‘આજે રોકડા (લોન) ને ઉધાર (ઇએમઆઈ) કાલે’ તો પણ અતિષિયોક્તિ નથી. આવી સ્થિતિમાં યોગ્ય નાણાકીય નિર્ણયો કેવી રીતે લેવા? કઈ બાબતોનું ધ્યાન રાખવું? ઇન્વેસ્ટમેન્ટ ક્યાં, ક્યારે અને કેવી રીતે કરવું? આ બધા જ સવાલોના જવાબ આપવા માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે નવું નજરાણું ‘પૈસાની વાત’ (Paisa Ni Vaat). આ કૉલમમાં આપણે મળીશું ફાઇનાન્શિયલ એક્સપર્ટ્સને અને તેમની પાસેથી જાણીશું ફાઇનનાન્સના કેટલાક મૂળભૂત ફંડા.

અમેરિકા (United States Of America)ના ૪૭મા પ્રેસિડન્ટ તરીકે શપથ લીધા બાદ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) આજે બપોરે ઓવલ ડેસ્ક ઑફિસમાં આવશે ત્યારે તેઓ ૧૦૦ જેટલા એક્ઝિક્યુટિવ ઑર્ડર પર હસ્તાક્ષર કરવાના છે. આ ઑર્ડર તેમની ટીમે તૈયાર રાખ્યા છે. પ્રેસિડન્ટ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે જે કામ કરવાનાં છે અને જે વચન ટ્રમ્પે ચૂંટણીપ્રચાર વખતે આપ્યાં છે એની સૂચિ તૈયાર છે. શપથ લીધા બાદ પ્રેસિડન્ટ ટ્રમ્પ વાઇટ હાઉસ (White House)માં આવીને તેમના ડેસ્ક પર મૂકવામાં આવેલા ૧૦૦ જેટલા આદેશો પર સહી કરીને તેમના બીજા મહત્ત્વના કાર્યકાળની શરૂઆત કરશે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે, ટ્રમ્પના આ નિર્ણયોની શૅરમાર્કેટ (Share Market), ભારત (India) અને રોકાણકારો (Investments) પર શું અસર થશે? ત્યારે આજે આપણી સાથે આ વિષય વાત કરે છે રોકાણ સલાહકાર, નાણાકીય પત્રકાર અને ગુજરાતી મિડ-ડેના કૉલમનિસ્ટ જયેશ ચિતલિયા (Jayesh Chitalia).

ડૉનાલ્ડ ટ્રમ્પના વ્યક્તિત્વ અને સ્વભાવને આધારે ભવિષ્ય ભાખવું બહું અગરું છે. કારણકે તેમણે ભૂતકાળમાં જે પણ કર્યું અને અત્યારે જે રીતે સત્તા પર આવ્યા છે તેના આધારે કંઈપણ કહેવું અશ્કય છે. આ વખતે તેઓ સત્તા પર વધારે જુસ્સા સાથે આવ્યા છે અને આક્રમક મૂડમાં છે. ટ્રમ્પ માટે હંમેશા અમેરિકા અને અમેરિકન્સ પ્રથમ સ્થાને રહ્યાં છે. એટલે ચૂંટણી દરમિયાન આપેલાં વચનો પુર્ણ કરવા માટે ટ્રમ્પ કઈ સીમાઓ ઓળંગશે તે કહી ન શકાય!

અમેરિકાની સત્તા પર ડૉનાલ્ડ ટ્રમ્પનું આવવું ભારત માટે કેવું સાબિત થશે એ વિષે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતા રોકાણ સલાહકાર, નાણાકીય પત્રકાર અને ગુજરાતી મિડ-ડેના કૉલમનિસ્ટ જયેશ ચિતલિયા કહે છે કે, ‘આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ના શાસનમાં ભારત-અમેરિકા અને ટ્રમ્પના જે સંબંધ રહ્યાં છે તે આપણા દેશ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. નવા આદેશોમાં ટ્રમ્પ ભારત માટે કોઈ આકરા પગલાં નહીં લે તેવું લાગે છે. ભારત અને અમેરિકાના સંબંધો સુધરશે એવું અત્યારે લાગી રહ્યું છે, ભારતની જરુર પડશે ત્યાં ટ્રમ્પ તેનો ઉપયોગ કરશે. કારણકે મોદી સરકારના શાસનમાં ભારતની ઇમેજ ગ્લોબલ છે. એટલે શૅર માર્કેટ કે પછી રોકાણકારો પર ટુંકા સમયગાળા માટે ઇમ્પેક્ટ પડશે પરંતુ લાંબા સમયે કોઇ ખાસ ઇમ્પેક્ટ નહીં દેખાય. ભારતીય માર્કેટ અત્યારે જે રીતે બદલાઈ રહ્યું છે એ પ્રમાણે સંભાવનાઓ બહુ વધારે છે. એ બાબતે ભારત ઓપન દેશ છે. એટલે જ ભારત-અમેરિકાના સંબંધો સાર રહેશે. વિઝા, સ્ટુડન્ટ્સ, રોકાણકારો બધા જ વેઇટ એન્ડ વૉચ મૂડમાં છે. આપણે પણ આ નિર્ણયો માટે સમયનો જ આધાર રાખવો પડશે.’

paisa ni vaat gujarati mid-day exclusive donald trump united states of america india narendra modi indian rupee share market stock market sensex nifty business news rachana joshi dharmik parmar