શૅરબજારમાં પી-નોટ્સનું રોકાણ સતત ત્રીજા મહિને ફેબ્રુઆરીમાં ઘટ્યું

14 April, 2023 03:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જાન્યુઆરીના અંતે ૯૧,૪૬૯ કરોડ રૂપિયાની સરખામણીએ ફેબ્રુઆરીના અંતે ૮૮,૩૯૮ કરોડ રૂપિયા હતાં.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સ્થાનિક બજારોના ઊંચા મૂલ્યાંકન વચ્ચે ફેબ્રુઆરીમાં ભારતીય મૂડીબજારોમાં પાર્ટિસિપેટરી નોટ્સ (પી-નોટ્સ)  દ્વારા રોકાણ ઘટીને મહિને ૮૮,૩૯૮ કરોડ રૂપિયા થયું હતું. 
રોકાણના સ્તરમાં આ સતત ત્રીજો માસિક ઘટાડો હતો. આ પહેલાં ક્રૂડ તેલ અને અન્ય કૉમોડિટીઝના ભાવમાં ઘટાડો અને ભારતીય ઇક્વિટી બજારોના સાપેક્ષ આઉટપર્ફોર્મન્સને કારણે જુલાઈ ૨૦૨૨થી આ માર્ગ દ્વારા રોકાણ વધતા વલણ પર હતું.

પી-નોટ્સમાં નોંધાયેલા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઇ) દ્વારા વિદેશી રોકાણકારોને જારી કરવામાં આવે છે, જેઓ પોતાની જાતને સીધી નોંધણી કર્યા વિના ભારતીય શૅરબજારનો ભાગ બનવા માગે છે. જોકે તેઓએ યોગ્ય સરકારી પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂર છે.

સેબીના ડેટા અનુસાર, ભારતીય બજારોમાં પી-નોટ રોકાણનું મૂલ્ય-ઇક્વિટી, ડેટ અને હાઇબ્રીડ સિક્યૉરિટીઝ - જાન્યુઆરીના અંતે ૯૧,૪૬૯ કરોડ રૂપિયાની સરખામણીએ ફેબ્રુઆરીના અંતે ૮૮,૩૯૮ કરોડ રૂપિયા હતાં.

એ પહેલાં રૂટ મારફત રોકાણનું સ્તર ડિસેમ્બર ૨૦૨૨ના અંતે ૯૬,૨૯૨ કરોડ રૂપિયા અને નવેમ્બર ૨૦૨૨ના અંતે ૯૯,૩૩૫ કરોડ રૂપિયા હતું. ગયા વર્ષે ઑક્ટોબરના અંતે ૯૭,૭૮૪ કરોડ રૂપિયા હતું.

business news share market stock market national stock exchange bombay stock exchange sensex nifty