09 December, 2022 12:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સરકાર દ્વારા ઑનલાઇન ગેમિંગ પર જીએસટી ૧૮ ટકાથી વધારીને ૨૮ ટકા કરવા સાથે ઑનલાઇન કૌશલ્ય આધારિત ગેમિંગ ઇન્ડસ્ટ્રી સારી છે, પરંતુ એ માત્ર ગ્રોસ ગેમિંગ રેવન્યુ પર જ વસૂલવામાં આવવી જોઈએ અને હરીફાઈની એન્ટ્રી રકમ પર નહીં, જે ૨.૨ અબજ ડૉલર સુધી પહોંચી શકે છે એમ સેક્ટરના ઉદ્યોગ ખેલાડીઓ કહે છે.
એવા અહેવાલો છે કે આગામી જીએસટી કાઉન્સિલમાં ગ્રોસ રકમ પર ૧૮ ટકાની વર્તમાન પ્રથાને બદલે કુલ રકમ પર ૨૮ ટકા ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી) લાદવાનું વિચારી શકે છે.
ગ્રોસ ગેમિંગ રેવન્યુ એ ઑનલાઇન કૌશલ્ય ગેમિંગ પ્લૅટફૉર્મ દ્વારા ખેલાડીઓની તેમના પ્લૅટફૉર્મ પરની રમતમાં સહભાગિતાની સુવિધા માટે સર્વિસ ચાર્જ તરીકે વસૂલવામાં આવતી ફી છે, જ્યારે હરીફાઈ પ્રવેશ રકમ એ પ્લૅટફૉર્મ પર હરીફાઈમાં પ્રવેશવા માટે ખેલાડી દ્વારા જમા કરવામાં આવતી સંપૂર્ણ રકમ છે.