07 September, 2024 09:09 AM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરના જૉબડેટા સતત પાંચમા મહિને ઘટીને આવતાં વૈશ્વિક માર્કેટમાં સોનું-ચાંદી વધ્યાં હતાં. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૫૬ રૂપિયા વધ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ પ્રતિ કિલો ૨૦૦૧ રૂપિયા ઊછળ્યા હતા.
ગણેશચતુર્થીની પૂર્વસંધ્યાએ ચાંદીમાં એકાએક તેજી જોવા મળી હતી. મુંબઈમાં ચાંદીના ભાવ પાંચ દિવસમાં ૩૭૭૫ રૂપિયા ઘટ્યા બાદ એક જ દિવસમાં ૨૦૦૧ રૂપિયા વધ્યા હતા.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરમાં ઑગસ્ટમાં માત્ર ૯૯,૦૦૦ નવી નોકરીઓ ઉમેરાઈ હતી.
જુલાઈમાં પ્રાઇવેટ સેક્ટરમાં ૧.૧૧ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી અને માર્કેટની ધારણા ૧.૪૫ લાખ નોકરીઓ ઉમેરાવાની હતી. પ્રાઇવેટ સેક્ટરમાં સતત પાંચમા મહિને નવી નોકરીઓ ઘટી હતી.
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ સતત પાંચમા સેશનમાં ૦.૨૦ ટકા ઘટીને ૧૦૦.૮૪ પૉઇન્ટે પહોંચ્યા બાદ ૧૦૦.૯૦થી ૧૦૦.૯૨ પૉઇન્ટની રેન્જમાં હતો. અમેરિકાના ઇકૉનૉમિક ડેટા એક પછી એક નબળા આવી રહ્યા હોવાથી સપ્ટેમ્બરમાં ૫૦ બેસિસ પૉઇન્ટ રેટ-કટના ચાન્સ વધ્યા હોવાથી ડૉલર સતત ઘટી રહ્યો છે. ચાલુ સપ્તાહે ડૉલર ઇન્ડેક્સ ૧૦૧.૬૨ પૉઇન્ટે ખૂલ્યા બાદ સતત ઘટીને એક સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યો હતો.
અમેરિકાના સર્વિસ સેક્ટરનો ગ્રોથ ઑગસ્ટમાં વધીને ૫૧.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જુલાઈમાં ૫૧.૪ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૧.૧ પૉઇન્ટની હતી. અમેરિકન ઇકૉનૉમીમાં સર્વિસ સેક્ટરનું વેઇટેજ ૭૭.૬ ટકા હોવાથી સર્વિસ સેક્ટરનો પૉઝિટિવ ગ્રોથ ઇકૉનૉમિક કન્ડિશન હેલ્ધી હોવાનો સંકેત આપે છે. વળી સર્વિસ સેક્ટરનો ગ્રોથ વધતાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ પણ ઑગસ્ટમાં વધીને ૫૪.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે પ્રિલિમિનરી એસ્ટિમેટમાં ૫૪.૧ પૉઇન્ટ અને જુલાઈમાં ૫૪.૩ પૉઇન્ટ હતો.
અમેરિકાના નવા અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સ ૩૧ ઑગસ્ટે પૂરા થયેલા સપ્તાહના અંતે પાંચ હજાર ઘટીને સાત સપ્તાહની નીચી સપાટીએ ૨.૨૭ લાખ પર પહોંચ્યા હતા જે માર્કેટની ૨.૩૦ લાખની ધારણા કરતાં ઓછા હતા.
શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ
અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ, જૉબ ઓપનિંગ ડેટા બાદ હવે પ્રાઇવેટ સેક્ટરના જૉબડેટા પણ અત્યંત નબળા આવતાં સપ્ટેમ્બરના રેટ-કટના ચાન્સ એકધારા વધી રહ્યા છે.
CME (શિકાગો મર્કન્ટાઇલ એક્સચેન્જ)ના ફેડ વૉચના રિપોર્ટ અનુસાર હાલમાં ફેડની ૧૮-૧૯ સપ્ટેમ્બરે યોજાનારી મીટિંગમાં ૨૫ બેસિસ પૉઇન્ટ રેટ-કટના ચાન્સ ૫૭ ટકા અને ૫૦ બેસિસ પૉઇન્ટ રેટ-કટના ચાન્સ ૪૩ ટકા છે. જ્યારે ફેડની નવેમ્બર મીટિંગમાં ૨૫ બેસિસ પૉઇન્ટ રેટ-કટના ચાન્સ ૨૮.૯ ટકા, ૫૦ બેસિસ પૉઇન્ટના ૪૯.૯ ટકા અને ૭૫ બેસિસ પૉઇન્ટના ૨૧.૨ ટકા છે જ્યારે ડિસેમ્બર મીટિંગમાં ૨૫ બેસિસ પૉઇન્ટ રેટ-કટના ચાન્સ ૧૩.૨ ટકા, ૫૦ બેસિસ પૉઇન્ટના ૩૦.૫ ટકા, ૭૫ બેસિસ પૉઇન્ટના ૩૬.૮ ટકા અને ૧૦૦ બેસિસ પૉઇન્ટના ૧૧.૫ ટકા ચાન્સ છે. આમ રેટ-કટના ચાન્સિસનું પલડું ફરી ભારે થતાં ફેડની સપ્ટેમ્બર મીટિંગ સુધી સોનાનો ભાવ ૨૫૦૦ ડૉલરની આસપાસ ઘૂમતો રહે એવી ધારણા છે.