18 April, 2023 02:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
નૅશનલ સ્ટૉક એક્સચેન્જે ગઈ કાલે રોકાણકારોને ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગની ઑફર કરનારી બે વ્યક્તિઓ સામે ચેતવણી આપી હતી. શૅરમાં ગેરકાયદે ટ્રેડિંગ કરવાની પ્રવૃત્તિને ડબ્બા ટ્રેડિંગ કહેવામાં આવે છે, જેમાં ટ્રેડિંગ રિંગના ઑપરેટરો લોકોને સ્ટૉક એક્સચેન્જના પ્લૅટફૉર્મની બહાર ઇક્વિટીમાં વેપાર કરવાની મંજૂરી આપે છે. એનએસઈને શાંતિલાલ નાગડા અને નરેન્દ્ર વી. સુમરિયા આવું ટ્રેડિંગ કરાવતા હોવાની ખબર પડતાં આવાં નિવેદનો આપ્યાં હતાં. તેઓ ટ્રેડિંગ મેમ્બર (ટીએમ) સાથે અધિકૃત વ્યક્તિ (એપી) સાથે જોડાયેલા હતા. જોકે તેમની એપી ટીએમ દ્વારા રદ કરવામાં આવી હતી. એનએસઈએ કહ્યું હતું કે રોકાણકારોએ પોતાના જોખમે અને ખર્ચે આવા લોકો સાથે વેપાર કરવો, કારણ કે એમને કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં આવી નથી.