એનએસઈના ડબ્લ્યુટીઆઇ ક્રૂડ અને નૅચરલ ગૅસ કૉન્ટ્રૅક્ટ્સ માટે ડેટા લાઇસન્સિંગ ઍગ્રીમેન્ટ

16 February, 2023 03:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એનએસઈએ વધારાના ફ્યુચર કૉન્ટ્રૅક્ટ્સ લૉન્ચ કરવા માટે સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી)ને અરજી કરી હતી.

એનએસઈના ડબ્લ્યુટીઆઇ ક્રૂડ અને નૅચરલ ગૅસ કૉન્ટ્રૅક્ટ્સ માટે ડેટા લાઇસન્સિંગ ઍગ્રીમેન્ટ

ભારતના અગ્રણી સ્ટૉક એક્સચેન્જ નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ)એ વિશ્વના અગ્રણી ડેરિવેટિવ્ઝ માર્કેટ પ્લેસ સીએમઈ ગ્રુપ સાથે ડેટા લાઇસન્સિંગ ઍગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. જેને પગલે એનએસઈ ભારતીય બજારના પાર્ટિસિપન્ટ્સ માટે રૂપિયાના મૂલ્યમાં નાયમેક્સ ડબ્લ્યુટીઆઇ ક્રૂડ ઑઇલ અને નૅચરલ ગૅસ (હેનરી હબ) ડેરિવેટિવ્ઝ કૉન્ટ્રૅક્ટનું લિસ્ટિંગ, ટ્રેડિંગ અને સેટલમેન્ટ કરી શકશે.

નાયમેક્સ ડબ્લ્યુટીઆઇ ક્રૂડ ઑઇલ અને નૅચરલ ગૅસ (હેનરી હબ) ડેરિવેટિવ્ઝ કૉન્ટ્રૅક્ટ્સના ઉમેરાથી એનએસઈ પ્રોડક્ટ ઑફર અને એકંદર કૉમોડિટી સેગમેન્ટનું વિસ્તરણ થશે. એનએસઈએ વધારાના ફ્યુચર કૉન્ટ્રૅક્ટ્સ લૉન્ચ કરવા માટે સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી)ને અરજી કરી હતી.

એનએસઈના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઑફિસર શ્રીરામ ક્રિશ્નને જણાવ્યું હતું કે ‘સેબીની મંજૂરી મળવાને પગલે એનએસઈ હવે આ બે વૈશ્વિક માપદંડોનાં ફ્યુચર્સ ટ્રેડિંગ ઉપલબ્ધ કરી શકશે, જેનું સેટલમેન્ટ એનએસઈના પ્લૅટફૉર્મ પર ભારતીય રૂપિયામાં કરવામાં આવશે. આ સેગમેન્ટમાં પ્રવેશતાં મને અતિશય આનંદની લાગણી થાય છે.’

business news commodity market national stock exchange sebi oil prices