એનએસઈ દ્વારા રિયલ્ટી, ઇન્ફ્રા કંપનીની કામગીરી ટ્રૅક કરતો ઇન્ડેક્સ લૉન્ચ

12 April, 2023 05:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલી જુલાઈ, ૨૦૧૯ છે અને એ દિવસે એનું મૂલ્ય ૧૦૦૦ પા૨ઇન્ટ્સ હતું

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ)ની સબસિડિયરી કંપની એનએસઈ ઇન્ડાઇસિસ દ્વારા નિફ્ટી આરઈઆઇટી ઍન્ડ ઇન્વેઆઇટી ઇન્ડેક્સ લૉન્ચ કરવામાં આવ્યો છે. આ દેશનો એવો સૌપ્રથમ ઇન્ડેક્સ છે, જે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (આરઈઆઇટીઝ-રિટ્સ) અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (ઇન્વેઆઇટીઝ-ઇટ્સ)ની કામગીરીને ટ્રૅક કરે છે.

આ પ્રસંગે એનએસઈ ઇન્ડાઇસિસના સીઈઓ મુકેશ અગરવાલે કહ્યું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ માટે નાણાં એકત્ર કરવા આરઈઆઇટીઝ અને ઇન્વેઆઇટીઝને મજબૂત વિકલ્પ તરીકે જોવામાં આવે છે. આરઈઆઇટીઝ  રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં અને ઇન્વેઆઇટીઝ ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રમાં રોકાણ કરે છે. આ બન્ને ટ્રસ્ટ રોકાણકારોને ઇક્વિટી, ડેબ્ટ અને સોના જેવાં પરંપરાગત સાધનોના વિકલ્પરૂપે નિયમિત આવક માટે ઇન્વેસ્ટમેન્ટના વૈવિધ્યકરણની તક પૂરી પાડે છે. 

નિફ્ટી આરઈઆઇટીઝ ઍન્ડ ઇન્વેઆઇટીઝની આરંભ તારીખ (બેઝ ડેટ) પહેલી જુલાઈ, ૨૦૧૯ છે અને એ દિવસે એનું મૂલ્ય ૧૦૦૦ પા૨ઇન્ટ્સ હતું. ઇન્ડેક્સની દર ત્રણ મહિને સમીક્ષા થતી રહેશે.

ડબ્બા ટ્રેડિંગથી સાવધાન 

શૅરબજારમાં રોકાણ કે ટ્રેડિંગ કરવા બાબતમાં શ્રી પારસનાથ કૉમોડિટી પ્રાઇવેટ લિમિટેડ, શ્રી પારસનાથ બુલિયન પ્રાઇવેટ લિમિટેડ, ફેરી ટેલ ટ્રેડિંગ પ્રાઇવેટ લિમિટેડ, ડિસન્ટ વેલ્થ મૅનેજમેન્ટ કે મની ફૉરેસ્ટ નામ તમારા ધ્યાનમાં આવે યા તમારી સમક્ષ આ નામ સાથે કોઈ ગૅરન્ટેડ રિટર્નની ઑફર આવે તો સજાગ થઈ જજો. આ નામ સાથે જોડાયેલી કેટલીક હસ્તીઓ ચોક્કસ મોબાઇલ નંબરથી રોકાણકારોને ખાતરીબંધ વળતરની ઑફર આપી રહી છે, જેમાં રોકાણકારો ફસાઈ જશે તો તેમને એક્સચેન્જ કે અન્ય નિયમન સંસ્થા તરફથી કોઈ રક્ષણ મળી શકશે નહીં. આવી કંપનીઓ સાથે સંકળાયેલી હસ્તીઓમાં કીર્તિ પટેલ (મોબાઇલ નંબર ૯૦૧૬૪૭૮૬૯૬ અને ૭૮૬૨૦૨૯૯૩૭) સિક્યૉરિટીઝ બજારમાં રોકાણકારોને ટિપ્સ અને રોકાણ પર ખાતરીબંધ વળતર ઑફર કરી લલચાવે છે એવું નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ)ના ધ્યાનમાં આવ્યું છે. એ માટે નૅશનલ સ્ટૉક એક્સચેન્જ તરફથી રોકાણકારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ આવી ખાતરીબંધ વળતરની યોજનાઓ અને પ્રોડક્ટ્સમાં રોકાણ ન કરે, કારણ કે એના પર કાનૂની પ્રતિબંધ છે. 

business news share market stock market bombay stock exchange national stock exchange