11 February, 2023 06:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગૌતમ અદાણી
અદાણી ગ્રુપ માટે વધુ એક નેગેટિવ સમાચાર આવ્યા છે. વિશ્વના સૌથી મોટા સ્ટૉક રોકાણકારે જણાવ્યું હતું કે નૉર્વેના વેલ્થ ફન્ડનું અદાણી ગ્રુપમાં તબક્કા વાર ડિવેસ્ટમેન્ટનો અંત આવ્યો હતો, જ્યારે તેણે છેલ્લા બે મહિનામાં અદાણી ગ્રુપની બાકીની ત્રણ કંપનીઓમાં ૨૦૦૦ લાખ ડૉલરથી વધુના તેના બાકીના હિસ્સાનું વેચાણ કર્યું હતું.
વેલ્થ ફન્ડે અદાણી જૂથની ત્રણ કંપનીઓ એટલે કે અદાણી ટોટલ ગૅસ, અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકૉનૉમિક ઝોન્સ અને અદાણી ગ્રીન એનર્જીમાં તેનો હિસ્સો વેચ્યો હતો.
૧.૩૫ ટ્રિલ્યન ડૉલરના સૉવરિન વેલ્થ ફન્ડે સ્પષ્ટ કર્યું છે કે તાજેતરના અઠવાડિયામાં તેણે અદાણી ગ્રુપની કંપનીઓમાં તેના બાકીના તમામ શૅર્સનું વર્ચ્યુઅલ રીતે ડિવેસ્ટ કર્યું છે.
ફન્ડે ૨૦૧૪થી અદાણીની પાંચ કંપનીઓમાંથી તેનો હિસ્સો વેચ્યો હતો અને ૨૦૨૨ના અંત સુધીમાં, તેઓ તેની ત્રણ કંપનીમાં શૅર ધરાવતા હતા.
ઈએસજી રિસ્ક મૉનિટરિંગ ફન્ડના વડા ક્રિસ્ટોફર રાઇટે એક ન્યુઝ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે ‘અમે ઘણાં વર્ષોથી (ઈએસજી) મુદ્દાઓ પર અદાણીનું નિરીક્ષણ કર્યું છે, જેમાં ઘણાં પર્યાવરણીય જોખમોના સંચાલન પર છે. વર્ષના અંતથી, અમે અદાણી કંપનીઓમાં વધુ ઘટાડો કર્યો છે. અમારી પાસે કોઈ એક્સપોઝર બાકી નથી.
૨૦૨૨ના અંતે, નૉર્વેજિયન ફન્ડ અદાણી ગ્રીન એનર્જીના ૫૨૭ લાખ ડૉલરના શૅરની માલિકી ધરાવે છે, જ્યારે ૮૩૬ લાખ ડૉલરની કિંમતના અદાણી ટોટલ ગૅસમાં હિસ્સો ધરાવે છે. તેણે અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકૉનૉમિક ઝોનમાં ૬૩૪ લાખ ડૉલરની માલિકીનો હિસ્સો ભોગવ્યો હતો.