નીતિ આયોગના સભ્યે જીડીપીનો અંદાજ ૦.૫ ટકા ઘટાડ્યો છે

02 May, 2023 04:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આયોગના સભ્ય વીરમણિના મતે ગ્રોથ ૬.૫ ટકા રહેશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

નીતિ આયોગના સભ્ય અરવિંદ વીરમણિએ જણાવ્યું હતું કે ક્રૂડ તેલના ઊંચા ભાવ અને વધેલા ભૌગોલિક રાજકીય તણાવ છતાં, ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્ર લગભગ ૬.૫ ટકાના દરે વૃદ્ધિ પામશે.

વીરમણિએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ ભારતીય નાણાકીય ક્ષેત્ર પર અમેરિકા અને યુરોપિયન બૅન્કિંગ કટોકટીની કોઈ અસર જોતા નથી. એથી ચાલુ નાણાકીય વર્ષમાં છેલ્લા વર્ષમાં થયેલા તમામ ફેરફારોને કારણે મેં મારા ભારતના આર્થિક વિકાસના અનુમાનમાં ૦.૫ ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો કરીને ૬.૫ ટકા કર્યો છે, જેમાં ૦.૫ ટકાની વધ-ઘટ હોઈ શકે છે.

તાજેતરમાં વિશ્વ બૅન્ક અને એશિયન ડેવલપમેન્ટ બૅન્કે વપરાશમાં મંદી અને પડકારજનક બાહ્ય પરિસ્થિતિઓને કારણે ભારતીય આર્થિક વિકાસદર ૬.૩ ટકા અને ૬.૪ ટકાની વચ્ચે રહેવાનો અંદાજ મૂક્યો હતો.

business news gdp indian economy