નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૩,૯૪૫ અને નીચામાં ૨૩,૫૧૦, ૨૩,૩૫૦ મહત્ત્વની સપાટી

18 November, 2024 08:34 AM IST  |  Mumbai | Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૩,૫૬૧.૫૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૬૧૮.૧૫ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૩,૬૦૧.૭૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૯૦૬.૦૧ પૉઇન્ટના નેટ ઘટાડે ૭૭,૫૮૦.૩૧ બંધ રહ્યો.

બોમ્બે સ્ટોક એક્સચેન્જ

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૩,૫૬૧.૫૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૬૧૮.૧૫ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૩,૬૦૧.૭૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૯૦૬.૦૧ પૉઇન્ટના નેટ ઘટાડે ૭૭,૫૮૦.૩૧ બંધ રહ્યો. ઉપરમાં ૭૮,૧૦૦, ૭૮,૭૦૦, ૭૯,૦૦૦, ૭૯,૧૦૦ મહત્ત્વની પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૭૭,૪૦૦ નીચે ૭૭,૨૩૨ તૂટે તો ૭૭,૧૨૦, ૭૬,૮૭૫, ૭૬,૫૩૦, ૭૬,૨૫૦ સુધીની શક્યતા જોવા મળશે. બજાર વધારે પડતું ઓવરસોલ્ડ હોવાથી ઉછાળો આવી શકે, પણ ઉછાળે વેચવાલી જોવાશે. મંદીના ઉછાળાને તેજી ન સમજવી. જ્યાં સુધી સચોટ સંકેત ન મળે ત્યાં સુધી નવી લેવાલી હિતાવહ નથી.

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. (અલગ-અલગ દિશામાં એકબીજા તરફ જતી અને એકબીજાને મળતી બે ટ્રેન્ડ લાઇનો પૅટર્નની એટલે કે ભાવોની વધ-ઘટની સીમા પૂરી પાડે છે અને પૅટર્ન કયા પૉઇન્ટ પર પૂરી થઈ એનો નિર્દેશ આપે છે. સામાન્ય રીતે પાછલો જે ટ્રેન્ડ હોય એ દિશામાં બ્રેકઆઉટ આવવું જોઈએ. જ્યારે બેમાંથી એક ટ્રેન્ડલાઇન ક્લૉઝિંગ લેવલે તૂટે ત્યારે જ સાચું સિગ્નલ મળ્યું ગણાય.) (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ  ૨૪,૧૧૭.૧૪ છે જે ક્લૉઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.

મેટ્રોપોલીસ (૨૦૩૨.૨૦): ૨૨૩૫.૯૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને  અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૦૭૦ ઉપર ૨૧૦3, ૨૧૨૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૦૨૪  નીચે ૧૯૭૦ અને ૧૯૭૦ તૂટે ૧૯૫૮, ૧૮૮૭, ૧૮૫૦ સુધીની શક્યતા જોવા મળશે.  

એબીબી (૬૬૮૦.૧૫): ૮૯૪૦.૬૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૮૧૫ ઉપર ૭૧૪૭ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૬૬૩૦ નીચે ૬૪૮૩, ૬૧૫૨, ૫૮૬૦ સુધીની શક્યતા જોવા મળશે.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૦,૨૯૬.૯૫): ૫૪૬૪૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફની  પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૦,૫૮૫ ઉપર ૫૧,૨૦૦, ૫૧,૪૬૫, ૫૧,૭૦૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૦,૦૦૦ નીચે ૪૯,૮૧૫ મહત્ત્વનો સપોર્ટ ગણાય જેની નીચે ૪૯,૩૫૦, ૪૮,૮૨૦, ૪૮,૨૯૮, ૪૭,૭૭૦, ૪૭,૨૫૦ સુધીની શક્યતા જોવા મળશે.  

નિફ્ટી ફ્યુચર (૨૩,૬૦૧.૭૦)

૨૬,૪૦૨.૯૦ના બૉટમથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૩,૬૭૪ ઉપર ૨૩,૮૩૫, ૨૩,૯૪૫, ૨૪,૧૦૦, ૨૪,૧૬૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૩,૫૬૧ નીચે ૨૩,૫૧૦, ૨૩,૩૫૦, ૨૩,૨૮૫, ૨૩,૨૩૦ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

તાતા પાવર (૪૦૪.૬૫)

૪૯૪.૮૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને   અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દશાવે છે. ઉપરમાં ૪૧૦ અને ૪૨૫ ઉપર ૪૩૬ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૩૯૬ નીચે ૩૭૭, ૩૫૬, ૩૩૭ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

એનટીપીસી (૩૭૨.૫૦)

૪૪૫.૭૧ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફની પોઝિશન  દર્શાવે છે. ઉપરમાં ૩૮૬ ઉપર ૩૯૪ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૩૭૧ નીચે ૩૬૭ તૂટે તો ૩૫૮, ૩૫૨, ૩૪૪, ૩૩૫ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

nifty sensex stock market share market bombay stock exchange business news