30 September, 2024 07:59 AM IST | Mumbai | Ashok Trivedi
પ્રતીકાત્મક તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૫,૮૫૦.૨૦ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૫૭૭.૪૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૬,૩૪૫.૧૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૦૨૭.૫૪ પૉઇન્ટના નેટ સુધારે ૮૫,૫૭૧.૮૫ બંધ રહ્યો. ઉપરમાં ૮૫,૯૭૮ ઉપર ૮૬,૨૦૦, ૮૬,૪૦૦, ૮૬,૬૮૦, ૮૬,૯૨૦, ૮૭,૧૬૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૮૪,૯૦૦ નીચે ૮૪,૬૦૦ સપોર્ટ ગણાય. બજાર થોડા સમયથી કરેક્શન આપ્યા વગર ઓવરબૉટ ઝોનમાં સતત વધ્યા કરે છે, એ ચિંતાજનક છે. બજાર ડેન્જર ઝોનમાં ગણાય. માંચડો ઘણી વાર પોતાના ભારથી જ તૂટતો હોય છે.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો, અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. ટૂંકા ગાળાનો સપોર્ટ ૨૪,૮૧૬, મધ્યમ ગાળાનો સપોર્ટ ૨૩,૯૧૨ ગણાય. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. (આજથી આપણે વિવિધ પ્રકારના કન્ટિન્યુએશન ચાર્ટ વિશે શરૂઆત કરીશું. કન્ટિન્યુએશન પૅટર્ન વખતે બજાર સાઇડવેઝમાં ચાલે છે. આ પૅટર્ન એમ દર્શાવે છે કે બજાર થોડો સમય સાઇડવેઝમાં રહેશે અને ત્યાર બાદ એની મૂળ ચાલ ચાલુ રાખશે. રિવર્સલ પૅટર્નને પૂર્ણ થતાં લાંબો સમય લાગતો હોય છે અને એ મેજર ટ્રેન્ડમાં થનાર ફેરફારનો નિર્દેશ કરે છે. જ્યારે કન્ટિન્યુએશન પૅટર્ન મુખ્યત્વે ટૂંકા ગાળાની હોય છે એને નીઅર ટર્મ અથવા તો ઇન્ટરમિડિયેટ પૅટર્ન તરીકે પણ ઓળખવામાં આવે છે.) (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૫,૭૯૩.૨૯ છે જે ક્લોઝિંગ પ્રાઇઝના આધારે રોજ બદલાયા કરે છે.
ઍસ્ટ્રાલ (૨૦૦૪.૮૫) ઃ ૧૮૭૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૦૩૮ ઉપર ૨૦૪૨ કુદાવતાં ૨૦૮૩, ૨૧૧૭, ૨૧૫૩, ૨૧૯૧, ૨૨૨૪ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૯૮૫ નીચે ૧૯૬૦ સપોર્ટ ગણાય.
એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ (૪૯૭.૩૦)ઃ ૪૫૪.૦૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૦૧ ઉપર ૫૦૫, ૫૧૬ કુદાવતાં ૫૨૬, ૫૩૬, ૫૪૬, ૫૫૫ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૪૮૪, ૪૮૦ સપોર્ટ ગણાય.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૪,૨૨૦.૦૦)ઃ ૫૦,૨૫૫.૫૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૪,૬૪૦ ઉપર ૫૪,૮૨૫, ૫૫,૦૫૦, ૫૫,૨૬૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૫૩,૮૭૦ નીચે ૫૩,૬૪૦ સપોર્ટ ગણાય.
૨૪,૮૧૬ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૬,૪૦૩ ઉપર ૨૬,૪૩૦, ૨૬,૫૦૫, ૨૬,૫૮૦, ૨૬,૬૬૦, ૨૬,૭૩૫ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૬,૨૬૦ નીચે ૨૬,૦૦૦ સપોર્ટ ગણાય જે તૂટે તો ૨૫,૭૯૮ની સપાટી રસાકસીની ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
૩૦૦.૧૮ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૫૪ ઉપર ૩૬3, ૩૭૧, ૩૮૦, ૩૮૯ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૩૩૭ નીચે ૩૩૦ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
૬૪૫.૪૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૫૭ ઉપર ૭૬૩, ૭૭૧, ૭૮૬, ૭૯૩, ૮૦૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૭૩૬ નીચે ૭૨૬, ૭૧૮, ૭૧૦ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
હવાયેલી સળીઓ જ ભીતર ભરી છે,
અહીંના જીવન જાણે બાકસનાં ખોખાં.
- મનોજ ખંડેરિયા