21 October, 2024 08:45 AM IST | Mumbai | Ashok Trivedi
શેરબજાર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪,૬૪૦.૨૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૧૦૦.૪૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૪,૯૪૯.૧૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૫૬.૬૧ પૉઇન્ટના નેટ ઘટાડે ૮૧,૨૨૪.૭૫ બંધ રહ્યો. ઉપરમાં ૮૧,૩૯૧ ઉપર ૮૧,૫૧૫, ૮૨,૩૦૦, ૮૨,૩૨૦ મહત્ત્વની પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૮૦,૪૦૯ નીચે ૮૦,૨૭૦ સુધીની શક્યતા જોવા મળશે. બજાર ઓવરસોલ્ડ છે પણ ટ્રેન્ડ નરમાઈતરફી જ છે. સ્ક્રિપનાં પરિણામો આધારિત પણ ઉછળકૂદ જોવાય.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી, અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. મધ્યમ ગાળાનો સપોર્ટ ૨૩,૯૧૨ ગણાય. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. (૧) Symmetrical Triangle = આના માટે ઓછામાં ઓછા ચાર રિવર્સલ પૉઇન્ટ હોવા જરૂરી છે, કારણ કે ટ્રેન્ડલાઇન દોરવા માટે બે ટૉપ અને બે બૉટમ જરૂરી છે. બે ટૉપને જોડીને નીચે તરફ ઢળતી અપર ટ્રેન્ડલાઇન દોરી શકાય છે અને બે બૉટમને જોડીને ઉપર તરફ જતી લોઅર ટ્રેન્ડલાઇન દોરી શકાય છે. આ બન્ને ટ્રેન્ડલાઇન જે પૉઇન્ટ પર એકબીજાને મળે એને Apex કહેવાય છે. (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૫,૧૫૫.૧૬ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
વિપ્રો (૫૪૮.૬૫): ૪૮૦.૨૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપર ૫૪૯ ઉપર ૫૫૯ કુદાવે તો ૫૬૧, ૫૬૭, ૫૭૩, ૫૭૯ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૫૩૫ નીચે ૫૨૪ સપોર્ટ ગણાય.
સ્ટેટ બૅન્ક (૮૨૦.૪૦): ૭૬૫.૪૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૨૩ ઉપર ૮૨૯, ૮૩૮, ૮૪૭, ૮૫૭ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૮૧૧ નીચે ૮૦૨ સપોર્ટ ગણાય.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૨,૩૧૦.૪૦): ૫૧,૧૮૫.૫૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૨,૪૨૦ ઉપર ૫૨,૪૫૦, ૫૨,૬૭૦, ૫૨,૯૨૦, ૫૩,૧૬૦, ૫૩,૨૫૨ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૫૧,૧૮૫ નીચે ૫૦,૬૯૬ સપોર્ટ ગણાય.
નિફ્ટી ફ્યુચર (૨૪,૯૪૯.૧૫)
૨૬,૪૦૨.૯૦ના બૉટમથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪,૯૯૭ ઉપર ૨૫,૦૮૦, ૨૫,૧૫૫, ૨૫,૧૯૦, ૨૫,૩૦૩ પ્રતિકારક સપાટી ગણાય જેની ઉપર મંદીમાં રહેવું નહીં. નીચામાં ૨૪,૬૪૦ નીચે ૨૪,૫૩૫, ૨૪,૩૮૦ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
આઇસીઆઇસીઆઇ બૅન્ક (૧૨૬૪.૫૦)
૧૨૧૭.૪૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દશાવે છે. ઉપરમાં ૧૨૬૯ ઉપર ૧૨૭૨ કુદાવતાં ૧૨૮૦, ૧૨૯૦, ૧૨૯૯, ૧૩૦૭, ૧૩૧૭ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૨૫૩ નીચે ૧૨૪૪, ૧૨૩૫ સપોર્ટ ગણાય. ૨૬ ઑક્ટોબર શનિવારે છ માસિક પરિણામો જાહેર થશે. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે.
રિલાયન્સ (૨૭૧૮.૬૦)
૩૦૬૬.૯૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૭૩૫ ઉપર ૨૭૭૫ પ્રતિકારક સપાટી ગણાય. ૨૭૭૫ ઉપર પુલબૅકમાં ૨૮૩૦ આસપાસ આવી શક,. પણ નવી લેવાલી હિતાવહ નથી. નીચામાં ૨૬૭૫ નીચે ૨૬૦૦, ૨૫૭૫ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.