નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૨,૩૬૦, નીચામાં ૨૨,૧૫૦ અને ૨૧,૯૪૩ મહત્ત્વની સપાટી

26 February, 2024 07:19 AM IST  |  Mumbai | Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૧,૯૪૩ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૧૩૧.૦૫ પૉઇન્ટના નેટ સુધારે ૨૨,૨૨૮.૮૫ બંધ રહ્યું

પ્રતીકાત્મક તસવીર

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૧,૯૪૩ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૧૩૧.૦૫ પૉઇન્ટના નેટ સુધારે ૨૨,૨૨૮.૮૫ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૭૧૬.૧૬ પૉઇન્ટના નેટ સુધારે ૭૩,૧૪૨.૮૦ બંધ રહ્યો. ઉપરમાં ૭૩,૪૧૩ ઉપર ૭૩,૪૨૭ મહત્ત્વની સપાટી ગણાય. જેની ઉપર ૭૩,૭૫૦, ૭૪,૦૭૫, ૭૪,૪૦૦, ૭૪,૭૨૦,  ૭૫,૩૬૦, ૭૬,૦૦૦ સુધીની શક્યતા. નીચામાં ૭૨,૦૮૧ સપોર્ટ ગણાય. મન્થ્લી એક્સપાયરીનું સપ્તાહ છે. પોઝિશન પ્રમાણે અફરાતફરી જોવાશે. 

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ૨૧,૧૪૧ના બૉટમ સામે ૨૧,૫૭૦નું હાયર બૉટમ બનાવી ૨૧,૯૩૯નું વચ્ચેનું ટૉપ કુદાવતાં ટૂંકા ગાળાનો પ્રવાહ પણ સુધારાતરફી ગણાય. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. ટૂંકા ગાળાનો સપોર્ટ ૨૧,૧૪૧ ગણાય. લાંબા ગાળાનો સપોર્ટ ૧૮,૮૪૦ ગણાય. (હેડની રચના વખતે વૉલ્યુમ સામાન્ય રીતે લેફ્ટ શોલ્ડરની રચના કરતાં ઓછું હોય છે. હેડની રચના બાદ આવતા ઉછાળા વખતે વૉલ્યુમ વધારે હોય છે. ત્યાર બાદ આવતા ઘટાડામાં ખૂબ જ ઓછા વૉલ્યુમે રાઇટ શોલ્ડરની રચના થાય છે. રાઇટ શોલ્ડરના બૉટમથી ભાવો વધે છે ત્યારે ખૂબ જ મોટા વૉલ્યુમ સાથે નેકલાઇનમાંથી બ્રેકઆઉટ આવે છે. જો વૉલ્યુમ ઓછું હોય તો આ બ્રેકઆઉટનું મહત્ત્વ ઘટી જાય છે તેમ જ આ ઇ​ન્ડિકેશન ખોટું પડવાની શક્યતા વધી જાય છે. ત્યાર બાદ બીજી બૉટમો બને ત્યાં સુધી રાહ જોવી જોઈએ. (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૨,૦૫૭.૧૩ છે. જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.

હેવેલ્સ (૧૪૨૯.૫૦) ૧૨૭૬.૯૩ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૪૩૯ ઉપર ૧૪૫૩, ૧૪૮૨ મહત્ત્વની સપાટી ગણાય. જેની ઉપર ૧૫૧૧, ૧૫૪૦, ૧૫૭૦, ૧૬૦૦ સુધીની શક્યતા. નીચામાં ૧૪૧૫ નીચે ૧૩૯૪ સપોર્ટ ગણાય. 

રિલાયન્સ (૨૯૮૭.૨૫) ૨૨૨૦.૩૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૯૯૫ ઉપર ૩૦૨૭, ૩૦૬૮, ૩૧૦૯, ૩૧૫૦ સુધીની શક્યતા. નીચામાં ૨૯૫૦ નીચે ૨૯૩૦, ૨૯૦૦ સપોર્ટ ગણાય. બૅન્ક નિફ્ટી ફ્યુચર (૪૬,૮૪૨.૬૫) ૪૪,૪૦૪ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૭,૪૦૦ ઉપર ૪૭,૭૫૦ કુદાવે તો ૪૮,૦૨૦, ૪૮,૪૪૦, ૪૮,૬૨૫, ૪૮,૮૭૦ સુધીની શક્યતા. નીચામાં ૪૬,૫૦૬, ૪૬,૩૮૫ સપોર્ટ ગણાય. 

business news nifty share market stock market