13 May, 2024 06:53 AM IST | Mumbai | Ashok Trivedi
બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૨,૦૫૦.૮૫ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૫૨૪.૩૫ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૨,૧૪૦.૬૦ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૧૨૧૩.૬૮ પૉઇન્ટના નેટ ઘટાડે ૭૨,૬૬૪.૪૭ બંધ રહ્યો. ઉપરમાં ૭૨,૯૪૭ ઉપર ૭૩,૩૧૫, ૭૩,૫૦૦, ૭૩,૬૮૫ મહત્ત્વની પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૭૨,૩૩૪ નીચે ૭૧,૮૧૬ અને ૭૧,૬૭૪ આખરી સપોર્ટ ગણાય, જેની નીચે ૬૯,૮૦૦, ૬૮,૭૦૦ સુધી આવી શકે. ચૂંટણીનાં પરિણામો સુધી અને પરિણામો બાદ કંઈ પણ થઈ શકે છે. બધું જો અને તો પર નિર્ભર છે.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. મધ્યમ ગાળાનો સપોર્ટ ૨૧,૭૯૮ ગણાય. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૧૪૧, ૧૮,૮૪૦ ગણાય. (આ નિયમો હંમેશાં સાચા પડે છે એવું પણ નથી, પરંતુ એ ખોટા ઇન્ડિકેશનને પારખવામાં મદદરૂપ થાય છે. આવા સમયે ચાર્ટિસ્ટે પોતાના અનુભવ પ્રમાણે કોઠાસૂઝથી અને બીજાં ઇન્ડિકેટરો ચકાસ્યાં પછી નિર્ણય કરવો જોઈએ. (૨) DOUBLE BOTTAM = આમાં ઉપર જણાવ્યા પ્રમાણે બધા જ નિયમનો રિવર્સ કરીને ઉપયોગ કરવો જોઈએ. ડબલ બૉટમ વખતે અંગ્રેજી W જેવી રચના થાય છે. ડબલ ટૉપ કરતાં આ વિરુદ્ધ પ્રકારની રચના છે. આ પૅટર્નમાં બે સરખા લેવલનાં બૉટમ હોય છે.) (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૨,૩૯૬.૨૩ છે, જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
અદાણી પોર્ટ (૧૨૬૬.૭૫) : ૧૪૨૪.૯૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨૮૧ ઉપર ૧૩૦૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૨૪૦ નીચે ૧૨૧૫, ૧૧૭૩, ૧૧૩૧ સુધીની શક્યતા જોવા મળશે. ઉછાળે વેચવાલી જોવાશે.
અદાણી એન્ટરપ્રાઇઝ (૨૭૯૭.૨૫) : ૩૩૪૮.૭૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૮૨૦ ઉપર ૨૮૯૬ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૭૫૬ નીચે ૨૭૪૫, ૨૬૭૦, ૨૬૦૩ સુધીની શક્યતા જોવા મળશે. ઉછાળે વેચવાલી જોવાશે.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૪૭,૬૦૭.૨૫) : ૪૯,૯૨૭.૪૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૭,૯૦૦ ઉપર ૪૮,૦૯૦, ૪૮,૨૧૫, ૪૮,૩૫૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૪૭,૪૭૯ નીચે ૪૭,૦૦૦ સપોર્ટ ગણાય. ૪૬,૬૧૧ આખરી સપોર્ટ ગણાય.