26 March, 2024 08:11 AM IST | Mumbai | Ashok Trivedi
પ્રતીકાત્મક તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૧,૭૯૮.૦૫ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૩૨.૨૫ પૉઇન્ટના નેટ સુધારે ૨૨,૧૬૫.૪૫ બંધ રહ્યું હતું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૧૮૮.૫૧ પૉઇન્ટના નેટ સુધારે ૭૨,૮૩૧.૯૪ બંધ રહ્યો. ઉપરમાં ૭૩,૧૧૫ ઉપર ૭૩,૨૨૨ કુદાવે તો મંદીમાં રહેવું નહીં. ત્યાર બાદ ૭૪,૦૫૩, ૭૪,૨૪૫ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૭૨,૧૭૨ નીચે ૭૧,૬૭૪ મહત્ત્વનો સપોર્ટ ગણાય. મન્થ્લી એક્સપાયરી છે. પોઝિશન પ્રમાણે અફરાતફરી જોવા મળશે.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ૨૨,૨૭૫ કુદાવે તો ટૂંકા ગાળાનો પ્રવાહ સુધારાતરફી ગણાશે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. ટૂંકા ગાળાનો સપોર્ટ ૨૧,૯૫૩, ૨૧,૭૯૮ ગણાય. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૧૪૧, ૧૮,૮૪૦ ગણાય. (ઉમેરતાં જે ભાવ આવે એટલા ભાવ નેકલાઇન જ્યાં આગળ તૂટી હોય અથવા તો ક્રૉસ થઈ હોય ત્યાંથી ઓછામાં ઓછા ઘટશે અથવા વધશે એમ ધારી શકાય. આના કરતાં પણ વધારે વધ-ઘટ થઈ શકે છે. આ માટે પાછલા સપોર્ટ અને રેઝિસ્ટન્ટ લેવલ તેમ જ ગૅપ્સ જોવા જરૂરી છે અને ખૂબ જ મહત્ત્વ ધરાવતા ૩૮ ટકા, ૫૦ ટકા અને ૬૨ ટકાના રીટ્રેચમેન્ટ લેવલ પણ જોવા જોઈએ. વધારેમાં વધારે પાછલા ટ્રેન્ડ જેટલી વધ-ઘટ થઈ શકે છે.) (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૨,૧૫૪.૮૦ છે, જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
પીડીલાઇટ (૨૯૬૦.૧૦) : ૨૪૮૮.૧૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૯૭૦ ઉપર ૩૦૨૩, ૩૦૩૧, ૩૦૭૨, ૩૧૧૫, ૩૧૫૬ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૯૪૮ નીચે ૨૯૦૪ સપોર્ટ ગણાય.
અપોલો હૉસ્પિટલ (૬૩૭૫.૯૦) : ૫૯૪૧.૬૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૩૯૧ ઉપર ૬૪૦૮, ૬૪૬૬, ૬૫૨૪, ૬૫૮૨, ૬૬૪૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૬૩૪૯ નીચે ૬૨૯૦, ૬૨૩૩, ૬૧૭૪ સપોર્ટ ગણાય.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૪૬,૯૨૯.૦૦): ૪૮,૩૪૪.૯૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૭,૦૭૫ ઉપર ૪૭,૨૬૦ કુદાવે તો મંદીમાં રહેવું નહીં. ત્યાર બાદ ૪૮,૦૩૫, ૪૮,૩૪૫ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૪૬,૦૧૦ નીચે ૪૬,૦૦૨, ૪૫,૬૧૬ સપોર્ટ ગણાય.