નિફ્ટી ફ્યુચર : ઉપરમાં ૨૪,૯૫૦ અને નીચામાં ૨૪,૭૬૦, ૨૪,૬૬૦ મહત્ત્વની સપાટીઓ

09 September, 2024 07:25 AM IST  |  Mumbai | Ashok Trivedi

નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૫,૦૭૦.૧૩ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.

પ્રતીકાત્મક તસવીર

વાચકમિત્રો, સૌપ્રથમ તો જૈન વાચકમિત્રોને મિચ્છા મિ દુક્કડં. જે માફ કરે છે તે જ મિત્રો છે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું... નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪,૮૫૫ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૪૭૦.૯0  પૉઇન્ટના નેટ ઘટાડે ૨૨,૯૦૬ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૧૮૧.૮૪  પૉઇન્ટના નેટ ઘટાડે ૮૧,૧૮૩.૯૩ બંધ રહ્યો. ઉપરમાં ૮૧,૩૪૦ ઉપર ૮૧,૬૨૦, ૮૧,૯૦૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૮૦,૯૮૧ નીચે ૮૦,૭૯૦, ૮૦,૫૦૦, ૮૦,૨૩૦, ૭૯,૯૫૦, ૭૯,૬૮૦, ૭૯,૪૦૦ સુધીની શક્યતા. વાતાવરણ વધ-ઘટે નરમાઈતરફી રહેશે.

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી, અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. ટૂંકા ગાળાનો સપોર્ટ ૨૩,૯૧૨, મધ્યમ ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. લાંબા ગાળાનો સપોર્ટ પણ ૨૧,૨૬૫ ગણાય. (મૂવિંગ ઍવરેજો આવા સમયે કામ નથી આવતી, કારણ કે આ સમયે મૂવિંગ ઍવરેજ અને ભાવ વચ્ચે ખૂબ જ અંતર હોય છે. ઘટાડો સામાન્ય રીતે પાછલા ટ્રેન્ડના ૩૩ ટકા અથવા ૫૦ ટકા જેટલો હોય છે અને આ ઘટાડો ખૂબ જ ઓછા સમયમાં થાય છે. વિરુદ્ધ દિશામાં થતા અચાનક ઘટાડાનું એક કારણ પાછલા ટ્રેન્ડમાં સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલનો અભાવ છે. એનાં કારણે ઘણા બધા ગૅપ્સની રચના થતી હોય છે. (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૫,૦૭૦.૧૩ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.

તાતા મોટર્સ (૧૦૪૯.૩૫) ૧૧૪૨ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૦૭૭ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૦૪૦ નીચે ૧૦૩૫, ૧૦૧૪, ૧૦૦૮ તેમ જ ૧૦૦૮ તૂટે તો ૯૯૪, ૯૭૫ સુધીની શક્યતા.

ભેલ (૨૬૩.૮૦) ૩૩૫.૦૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૮૫ ઉપર ૨૯૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૫૧ નીચે ૨૨૯ મહત્ત્વની સપાટી ગણાય. 

 બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૦,૭૮૧.૪૦) ૫૧,૮૮૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૦,૮૫૦ ઉપર ૫૦,૯૮૦, ૫૧,૧૧૦, ૫૧,૨૪૦, ૫૧,૪૦૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૫૦,૬૧૦ નીચે ૫૦,૪૬૦, ૫૦,૩૩૦, ૫૦,૨૦૦, ૫૦,૦૫૦, ૪૯,૯૫૦ સુધીની શકયતા.

૨૫,૪૨૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ. અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪,૯૫૦ ઉપર ૨૫,૦૫૦, ૨૫,૧૪૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૪૮૫૫ નીચે ૨૪,૭૬૦, ૨૪,૬૬૦, ૨૪,૫૭૦, ૨૪,૨૯૦, ૨૪,૨૦૦, ૨૪,૧૦૦, ૨૪,૦૦૦, ૨૩,૯૧૨ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે જેના પર V રિવર્સલ ટૉપ પૅટર્ન જોઈ શકાય છે.

૬૨૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૮૦ ઉપર ૫૯૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૫૬૫ નીચે ૫૫૪, ૫૩૭, ૫૧૯ સુધીની શક્યતા. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે.

૩૦૭૯.૪૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૯૪૪ ઉપર ૨૯૬૫, ૨૯૯૪ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૯૨૨ નીચે ૨૯૦૦, ૨૮૭૮, ૨૮૫૬ સુધીની શક્યતા. ૨૮૫૬ તૂટશે તો ભારે વેચવાલી જોવાશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

એની ન મને આપ સમજ ઓ દયાનિધિ, માગેલી ક્ષમા ઔર છે, આપેલી ક્ષમા ઔર.- મરીઝ

business news stock market share market nifty sensex