12 December, 2022 04:40 PM IST | Mumbai | Ashok Trivedi
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૮,૫૧૫ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૨૨૮.૯૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૧૮,૫૮૩.૬૫ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૬૮૬.૮૩ પૉઇન્ટના નેટ ઘટાડે ૬૨,૧૮૧.૬૭ બંધ રહ્યો. ઉપરમાં ૬૨,૪૨૦ ઉપર ૬૨,૬૫૫, ૬૨,૭૩૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૬૧,૮૮૯ નીચે ૬૧,૭૨૦, ૬૧,૨૬૦, ૬૦,૭૯૦ સુધીની શક્યતા જોવા મળશે. ઘટાડે ગણતરીની સરકારી બૅન્કોમાં રોકાણ કરી શકાય. બજારમાં ટૂંકા ગાળા માટે નરમાઈ આગળ વધતી જોવાશે.
નિફ્ટી ફ્યુચર ટૂંકા ગાળાના દૈનિક ચાર્ટ ૧૮,૯૯૮.૯૫ના ટૉપ સામે ૧૮,૭૭૬.૯૫નું લોઅર ટૉપ બનાવી ૧૮,૬૩૭.૩૦નું વચગાળાનું બૉટમ તૂટતાં નરમાઈ તરફી છે. મધ્યમ તેમ જ લાંબા ગાળાનો ચાર્ટ સુધારાતરફી ગણાય. મધ્યમ ગાળાનો સપોર્ટ ૧૮,૧૫૫, ૧૮,૦૩૦ છે તેમ જ લાંબા ગાળાનો સપોર્ટ ૧૬,૭૬૪ ગણાય (ટેક્નિકલ વિશ્લેષણ માટેનાં ઇન્ડિકેટરો મોટે ભાગે તેજી અથવા મંદી તરફી હોય છે ત્યારે સારું કામ આપે છે, પરંતુ બજાર જ્યારે સાઇડ વેઝમાં હોય છે ત્યારે આ જ ઇન્ડિકેટરો મૂંઝવણભરી પરિસ્થિતિ નિર્માણ કરી ચાર્ટિસ્ટની કસોટી કરે છે. ટ્રેડર્સે ત્રણ મહત્ત્વના નિર્ણયો કરવાના હોય છે કે ક્યારે ખરીદવું, ક્યારે વેચવું અને ક્યારે થોડા સમય માટે બજારથી દૂર થઈ જવું. ટ્રેન્ડ જ્યારે સાઇડવેઝમાં હોય છે ત્યારે સાચો નિર્ણય કરી શકાતો નથી અને ખોટા નિર્ણયોને લીધે ઘણી વખત નુકસાન જવાની શક્યતા રહે છે). (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૧૮,૬૬૧.૩૨ છે, જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાતી રહે છે.
જિંદાલ સ્ટીલ ઍન્ડ પાવર (૫૪૫.૮૦) : ૫૭૩.૫૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૫૪ ઉપર ૫૬૭ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૩૯ નીચે ૫૧૫, ૫૦૫ સુધીની શક્યતા જોવા મળશે.
રિલાયન્સ (૨૬૦૯.૧૦) : ૨૭૫૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૬૪૭ ઉપર ૨૬૮૦ અને ૨૭૩૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૨૬૦૦ નીચે ૨૫૭૯, ૨૫૪૫, ૨૫૧૫ સુધીની શક્યતા જોવા મળશે.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૪૩,૭૭૩.૧૦) : ૪૩,૯૮૬.૧૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૩,૯૮૬ ઉપર ૪૪,૧૯૦, ૪૪,૩૯૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૪૩,૫૫૧ નીચે ૪૩,૧૭૮, ૪૩,૦૬૦ તૂટે તો ૪૨,૭૭૫, ૪૨,૩૭૦, ૪૧,૯૭૦ સુધીની શક્યતા જોવા મળશે.
નિફ્ટી ફ્યુચર (૧૮,૫૮૩.૬૫)
૧૮,૯૯૮.૮૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૮,૬૫૦ ઉપર ૧૮,૭૨૦, ૧૮,૭૭૭ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૮,૫૧૫ નીચે ૧૮,૪૪૦, ૧૮,૩૦૦, ૧૮,૧૫૦, ૧૮,૦૨૦ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
ટીસીએસ (૩૨૯૨.૭૫)
૩૪૮૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૩૩૯ ઉપર ૩૩૭૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૩૨૭૬ નીચે ૩૨૫૫ તૂટે તો ૩૨૩૪, ૩૨૧૦ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે.
સેન્ટ્રલ બૅન્ક (૩૩.૧૫)
૨૪.૨૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૫ ઉપર ૩૮ અને ૪૫ કુદાવે તો ૫૨, ૬૦, ૬૬, ૭૩, ૮૦ સુધી લાંબા ગાળે આવી શકે. નીચામાં ૨૬ સપોર્ટ ગણાય. લે-વેચ કરતા રહેવું. આ સાથે મન્થ્લી ચાર્ટ આપ્યો છે.
શૅરની સાથે શેર
મારા વિશે કોઈ હવે ચર્ચા નથી કરતું, આ કેવી સિફતથી હું વગોવાઈ રહ્યો છું. - સૈફ પાલનપુરી.