02 December, 2024 06:31 AM IST | Mumbai | Ashok Trivedi
પ્રતીકાત્મક તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૩,૩૮૭.૯૫ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૪૧૭.૬૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૪,૩૦૪.૧૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૬૮૫.૬૮ પૉઇન્ટના નેટ સુધારે ૭૯,૮૦૨.૭૯ બંધ રહ્યો. ઉપરમાં ૮૦,૫૧૨ ઉપર ૮૦,૮૨૦, ૮૧,૨૬૦, ૮૧,૪૦૦, ૮૧,૯૭૦, ૮૨,૫૪૦, ૮૩,૧૧૦, ૮૩,૬૯૦, ૮૪,૨૧૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૭૮,૯૧૮ નીચે ૭૮,૮૩૫ સપોર્ટ ગણાય. સ્ક્રિપ આધારિત વધ-ઘટ જોવાય. ફ્યુચરમાં નવા આવેલા શૅરોમાં લાવ-લાવમાં ઠેકી-ઠેકીને લેવા ન દોડવું. ફક્ત નિફ્ટી ફ્યુચરમાં અઠવાડિક સેટલમેન્ટ તેમ જ નિફ્ટી અને બૅન્ક નિફ્ટ ફ્યુચરનું માસિક સેટલમેન્ટ અલગ-અલગ દિવસે કોના લાભાર્થે?
નિફ્ટી ફ્યુચરમાં દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ સુધારાતરફી, અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. (અપવર્ડ બ્રેકઆઉટ વખતે અપર ટ્રેન્ડ લાઇનને સપોર્ટ લાઇન અને ડાઉનવર્ડ બ્રેકઆઉટ વખતે લોઅર ટ્રેન્ડ લાઇનને રેઝિસ્ટન્ટ લાઇન તરીકે ગણી શકાય. FALSE SIGNAL = ક્યારેક તેજીતરફી ટ્રાયેન્ગલમાંથી અપ ટ્રેન્ડ ચાલુ થતાં પહેલાં ખોટું બેર એટલે કે મંદીતરફી સિગ્નલ મળે છે. આ સિગ્નલ ટ્રાયેન્ગલના છેલ્લા અથવા તો પાંચમા વેવમાં જોવા મળે છે.) (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૪,૦૪૮.૮૬ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
પંજાબ નૅશનલ બૅન્ક (૧૦૪.૯૦) : ૯૨.૪૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૦૮ ઉપર ૧૧૮, ૧૨૯ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૦૪ નીચે ૧૦૦ સપોર્ટ ગણાય.
જિયો ફાઇનૅન્સ (૩૨૮.૩૫) : ૨૯૮ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૩૩ ઉપર ૩૩૬ કુદાવે તો ૩૪૮ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૩૨૨ નીચે ૩૧૮ સપોર્ટ ગણાય.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૨,૩૬૪.૪૫) : ૪૯,૮૧૭.૩૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૩,૦૯૩ ઉપર ૫૩,૧૪૦, ૫૩,૪૪૦, ૫૩,૭૪૦, ૫૪,૦૪૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૫૧,૭૨૦ નીચે ૫૧,૨૮૦ પૅનિક સપોર્ટ ગણાય.
નિફ્ટી ફ્યુચર (૨૪,૩૦૪.૧૫) : ૨૩,૨૭૭ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪,૩૮૦ ઉપ૨ ૨૪,૪૧૭, ૨૪,૪૭૧, ૨૪,૬૬૫, ૨૪,૭૪૦, ૨૪,૮૪૦, ૨૫,૦૪૦, ૨૫,૨૧૦, ૨૫,૩૪૦, ૨૫,૪૨૫ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૪,૦૪૮, ૨૩,૮૩૭ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
બૅન્ક ઑફ મહારાષ્ટ્ર (૫૭.૦૩) : ૪૭.૩૭ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૪, ૬૮ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૫૫ નીચે ૫૩ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
યુનિયન બૅન્ક (૧૨૧.૬૨) : ૧૦૬.૬૮ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨૯ ઉપર ૧૪૪ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૨૦ નીચે ૧૧૭ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
શૅરની સાથે શેર : બધું આ બહારથી તો ઠીક છે બદલાવ તું ભીતર, અરીસો આખરે બોલી ઊઠ્યો છે બહાર આવીને. - ગોરાંગ ઠાકર