નિફ્ટી ફ્યુચર ૨૨,૮૫૦ અને ૨૨,૬૯૦ મહત્ત્વના સપોર્ટ

10 June, 2024 09:00 AM IST  |  Mumbai | Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો, અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે

પ્રતીકાત્મક તસવીર

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૧,૨૬૫ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૬૨૪.૪૫ પૉઇન્ટના નેટ સુધારે ૨૩,૩૨૫.૧૫ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૨૭૩૨.૦૫ પૉઇન્ટના નેટ સુધારે ૭૬,૬૯૩.૩૬ બંધ રહ્યો. ઉપરમાં ૭૬,૭૯૬ કુદાવે તો ૭૭,૧૫૦, ૭૭,૫૫૦, ૭૭,૯૬૦, ૭૮,૩૦૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૭૪,૯૪૦ સપોર્ટ ગણાય. જીવનમાં શું કે શૅરબજારમાં શું, ચાદર પ્રમાણે ચરણ ફેલાવનારને કોઈ દિવસ પસ્તાવાનો વખત નથી આવતો. ઇન્ડેક્સ ફક્ત ચાર જ દિવસમાં ૬૫૦૦ પૉઇન્ટ વધ્યો છે એટલે થોડો ઘટાડો પણ આવી શકે.

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો, અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. મધ્યમ ગાળાનો સપોર્ટ ૨૧,૭૯૮ ગણાય. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૧૪૧, ૧૮,૮૪૦ ગણાય. (બ્રેકઆઉટ વખતે વૉલ્યુમ વધારે હોય છે. આ પૅટર્ન ત્યાં સુધી પૂર્ણ થઈ ન ગણાય જ્યાં સુધી ભાવો સપોર્ટ લેવલ ને ક્લોઝિંગ લેવલને તોડે નહીં. મતલબ કે ત્રણ ટૉપ વચ્ચે બનેલા બન્ને બૉટમની નીચે જ્યારે ભાવો ક્લોઝિંગ લેવલે જાય ત્યારે જ પૅટર્ન પૂર્ણ થઈ ગણાય. ત્રણ ટૉપ વચ્ચે બનતા બે બૉટમનું લેવલ સરખું હોય એ જરૂરી નથી. ત્રિપલ ટૉપની રચનામાં ત્રણે ટૉપનું એકબીજાથી દૂર હોવું જરૂરી નથી તેમ જ બે ટૉપ વચ્ચેનું અંતર સરખું હોય એ પણ જરૂરી નથી.) (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૨,૭૯૨.૯૭ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.

બિરલા સૉફ્ટ (૬૭૮.૧૫): ૫૬૪.૬૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૮૭ ઉપર ૬૯૪, ૭૧૩, ૭૩૧, ૭૫૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૬૫૭ નીચે ૬૩૫ પૅનિક સપોર્ટ ગણાય.

વિપ્રો (૪૮૪.૫૫): ૪૧૭ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૮૭ ઉપર ૪૮૯, ૪૯૭, ૫૦૫, ૫૧૪ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૪૭૩ નીચે ૪૬૧ સપોર્ટ ગણાય.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૪૯,૯૦૮.૮૫): ૪૬,૧૮૪.૯૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૦,૦૨૫ ઉપર ૫૦,૧૬૦, ૫૦,૫૦૦, ૫૦,૮૩૦, ૫૦,૯૫૦, ૫૧,૧૫૦, ૫૧,૪૮૬, ૫૧,૮૦૦, ૫૨,૦૦૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૪૯,૦૬૦ સપોર્ટ ગણાય. 

નિફ્ટી ફ્યુચર (૨૩,૩૨૫.૧૫)

૨૧,૨૬૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૩,૩૪૨ ઉપર ૨૩,૪૦૨ કુદાવે તો ૨૩,૫૦૦, ૨૩,૬૮૦, ૨૩,૮૪૪, ૨૪,૦૦૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૨,૮૫૦ નીચે ૨૨,૬૯૦ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

ગુજરાત ગૅસ (૫૮૮.૭૦)

૪૯૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૯૦ ઉપર ૫૯૫ કુદાવતાં ૬૦૫, ૬૨૯, ૬૫૨ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૫૬૭ નીચે ૫૬૦ સપોર્ટ ગણાય. આ સાથે માસિક ચાર્ટ આપ્યો છે.

એયુ સ્મૉલ બૅન્ક (૬૬૯.૦૦)

૬૦૦.૫૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૭૧ ઉપર ૬૮૯, ૭૦૦, ૭૧૪ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૬૫૪ નીચે ૬૪૭ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

શૅરની સાથે શેર

ક્યાં છે ખબર ફરીથી અહીં આવશું કે નહીં,  બસ, આપણી તો આ ધરા પર એક લટાર છે. - પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ

business news sensex nifty share market stock market national stock exchange bombay stock exchange