નિફ્ટી ફ્યુચર : ૧૯,૯૧૬ ઉપર ૧૯,૯૪૦, ૧૯,૯૮૨ અને નીચામાં ૧૦,૫૫૦ મહત્ત્વની સપાટીઓ

11 September, 2023 01:25 PM IST  |  Mumbai | Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો, અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો તેમ જ મન્થ્લી ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે

પ્રતીકાત્મક તસવીર

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૯,૫૦૮ સુધી આવી  સાપ્તાહિક ધોરણે ૩૬૦.૩૫ પૉઇન્ટના નેટ સુધારે ૧૯,૮૭૨.૪૫ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૧૨૧૧.૭૫ પૉઇન્ટના નેટ સુધારે ૬૬,૫૯૮.૯૧ બંધ રહ્યો. ઉપરમાં ૬૬,૭૬૭ ઉપર ૬૬,૯૦૦, ૬૭,૦૭૦, ૬૭,૨૬૦, ૬૭,૪૪૦, ૬૭,૬૨૦, ૬૭,૮૦૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૬૬,૨૯૬ નીચે ૬૫,૯૫૦, ૬૫,૬૭૨ સપોર્ટ ગણાય. રોકડાના ટૂંકા ગાળામાં જબરદસ્ત વધી ગયેલા શૅરોમાં સાવચેત રહેવું. બધેથી ફાલતું ટીપો આવશે. જ્યાં શાણાઓ પગ મૂકતા પણ ડરે ત્યાં મૂર્ખાઓ ધસી જતા હોય છે.

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો, અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો તેમ જ મન્થ્લી ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૧૬,૭૬૪ ગણાય. (ડાઉનવર્ડ બાર રિવર્સલ એમ સૂચવે છે કે તેજીનો જે ટ્રેન્ડ ચાલુ છે એમાં હવે પરિવર્તન  આવશે અને ભાવો વધ-ઘટે હવે ઘટવાતરફી રહેશે. (૧) UPWARD BAR  REVERSAL = ગઈ કાલના બૉટમ કરતાં આજનું બૉટમ નીચું હોય અથવા સરખું હોય અને ગઈ કાલના ક્લોઝ કરતાં આજનું ક્લોઝ ઊંચું હોય તો એ સામાન્ય અપવર્ડ બાર રિવર્સલ ગણાય. દાખલા તરીકે ગઈ કાલના ભાવ ૬૯, ૭૦, ૬૦, ૬૫ હતા અને આજના ભાવ ૫૭, ૬૮, ૫૫, ૬૭   રહ્યા. તમે જોઈ શકશો કે કાલનું બૉટમ ૬૦ છે. એની નીચે આજનું બૉટમ ૫૫ કરી ગઈ કાલના ૬૫ના ક્લોઝ કરતાં આજે ૬૭નું ક્લોઝ આવ્યું. આને સામાન્ય અપવર્ડ બાર રિવર્સલ કહેવાય.) (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૧૯,૫૮૬.૧૪ છે, જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.

આઇસીઆઇસીઆઇ બૅન્ક (૯૭૦.૫૫) : ૯૪૬ના બૉટમથી સુધારાતરફી છે.   દૈનિક અને અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૯૭૫ ઉપર ૯૮૨ અને ૧૦૦૧ રસાકસીની સપાટી ગણાય. નીચામાં ૯૬૫ નીચે ૯૫૫ સપોર્ટ ગણાય.    

વિપ્રો (૪૩૦.૦૦) : ૩૭૭.૧૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૩૭.૫૦ ઉપર ૪૪૬, ૪૬૮ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૪૨૨ સપોર્ટ ગણાય.      

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૪૫,૩૧૯.૬૫) : ૪૩,૭૮૫.૦૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૫,૫૬૩ ઉપર ૪૫,૬૫૦, ૪૫,૮૨૦, ૪૬,૦૦૦, ૪૬,૧૬૦, ૪૬,૩૩૦, ૪૬,૫૦૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૪૪,૯૭૫ નીચે ૪૪,૭૦૦, ૪૪,૫૦૦ મહત્ત્વના સપોર્ટ ગણાય.

નિફ્ટી ફ્યુચર (૧૯,૮૭૨.૪૫) - ૧૯,૨૧૮ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દશાવે છે. ઉપરમાં ૧૯,૯૧૬ ઉપર ૧૯,૯૪૦, ૧૯,૯૮૨, ૨૦,૦૩૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૯,૯૭૨ નીચે ૧૯,૫૫૦ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

યુકો બૅન્ક (૩૫.૧૦) - ૨૫.૬૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૬ ઉપર ૩૮.૧૫ કુદાવે તો ૪૦.૫૦, ૪૭, ૫૩ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૩૩ સપોર્ટ ગણાય. નવી લેવાલી વર્તમાન ભાવે હિતાવહ ન ગણાય. અત્રેથી ૨૬ આસપાસથી ખરીદવાનું જણાવતા હતા. લાંબા ગાળે ખૂબ જ સારો ભાવ જોવા મળી શકે. આ સાથે માસિક ચાર્ટ આપ્યો છે.

સેન્ટ્રલ બૅન્ક (૩૯.૩૦) - ૨૫.૯૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૧.૮૦ કુદાવે તો ૪૬, ૫૩, ૫૯ સુધીની  રેન્જ સમજવી. દરેક લેવલે નફારૂપી વેચવાલી આવી શકે. નીચામાં ૩૬ સપોર્ટ ગણાય. વર્તમાન ભાવે નવી લેવાલી હિતાવહ ન ગણાય. અત્રેથી ૨૬ આસપાસથી ખરીદવાનું જણાવતા હતા. લાંબા ગાળે ખૂબ જ સારો ભાવ જોવા મળી શકે. આ સાથે માસિક ચાર્ટ આપ્યો છે.

શૅરની સાથે શેર : એક જ ઉપાય છે હવે, દરિયાને કરગરું! મારા કહ્યામાં નાવ નથી, શું કરી શકું?       - ભાવિન ગોપાણી

sensex nifty business news