નિફ્ટી ફ્યુચર ૧૮,૩૧૩ નીચે ૧૮,૩૦૦ અને ૧૮,૧૫૦ મહત્ત્વના સપોર્ટ

19 December, 2022 04:02 PM IST  |  Mumbai | Ashok Trivedi

આવનારા સમયમાં પી.એન.બી, યુકો બૅન્ક અને સેન્ટ્રલ બૅન્ક હુકમના ત્રણ એક્કા સમાન સાબિત થઈ શકે છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

વાચક મિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૮,૩૧૩.૨૦ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૨૫૫.૦૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૧૮,૩૨૮.૬૫ બંઘ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૮૪૩.૮૬ પૉઇન્ટના નેટ ઘટાડે ૬૧,૩૩૭.૮૧ બંઘ રહ્યો. ઉપરમાં ૬૧,૮૯૩ ઉપર ૬૨,૧૯૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૬૧,૨૯૨ નીચે ૬૧,૨૬૦, ૬૦,૭૯૦, ૬૦,૩૩૦ સુધીની શક્યતા. આવનારા સમયમાં પી.એન.બી, યુકો બૅન્ક અને સેન્ટ્રલ બૅન્ક હુકમના ત્રણ એક્કા સમાન સાબિત થઈ શકે છે.

નિફ્ટી ફ્યુચર ટૂંકા ગાળાના દૈનિક ચાર્ટ પર ૧૮,૯૯૮.૮૫ના ટૉપ સામે ૧૮,૮૦૭.૫૫નું લોઅર ટૉપ બનાવી ૧૭,૪૫૬.૨૫નું વચગાળાનું બૉટમ તૂટતાં ટૂંકા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી થયો છે. મધ્યમ તેમ જ લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી ગણાય. મધ્યમ ગાળાનો સપોર્ટ ૧૮,૧૫૫, ૧૮,૦૩૦ છે તેમ જ લાંબા ગાળાનો સપોર્ટ ૧૬,૭૬૪ ગણાય. (મહાન વિજ્ઞાનિક ન્યુટનનો સિદ્ધાંત કહે છે કે ‘EVERY ACTION HAS AN EQUAL AND OPPOSITE REACTION’. આજ સિદ્ધાંત અમુક અંશે શૅરબજારને પણ લાગુ પડે છે, જ્યારે ટ્રેન્ડ તેજીતરફી હોય છે ત્યારે ભાવો એકધારા વધતા નથી, પરંતુ થોડા વધ્યા બાદ એના અમુક પ્રમાણમાં ઘટાડો આવતો હોય છે એવી જ રીતે જ્યારે ટ્રેન્ડ મંદીતરફી હોય છે ત્યારે ભાવો એકધારા ઘટતા નથી, પરંતુ થોડા ઘટ્યા બાદ એના અમુક પ્રમાણમાં ઉછાળો આવતો હોય છે. ત્યાર બાદ વધવા કે ઘટવાની મૂળ ગતિ ચાલુ રહે છે.(ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૧૮,૫૯૪.૦૩ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાતી રહે છે. 

 રિલાયન્સ (૨૫૬૫.૬૦) ૨૭૫૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ઘોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૫૮૮ ઉપર ૨૬૧૫, ૨૬૩૮ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૫૬૦ નીચે ૨૫૩૩, ૨૫૧૮, ૨૫૦૫ સુધીની શક્યતા. 

યુકો બૅન્ક (૩૬.૪૦) ૧૪.૩૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૮ ઉપર ૪૦, ૪૭, ૫૩, ૫૯, ૬૬ અને ૭૧ સુધી લાંબા ગાળે આવી શકે છે. નીચામાં ૩૩ નીચે ૩૧ અને ૨૭ સપોર્ટ ગણાય. ફક્ત દોઢ મહિનામાં ત્રણ ગણો વઘી ગયો હોવાથી નફારૂપી વેચવાલી આવી શકે છે. પણ વધ-ઘટે લાંબા ગાળે ખૂબ જ સારો ભાવ જોવા મળી શકે છે. 

આ પણ વાંચો : વ્યાજદરમાં વધારા સાથે રિઝર્વ બૅન્કે ગ્રોથ રેટ ઘટાડ્યો, બજારનો સુધારો ધોવાયો

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૪૩,૨૮૬.૮૦) ૪૪૨૪૮.૫૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૩,૬૫૪ ઉપર ૪૩૮૩૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૪૩૧૮૫ નીચે ૪૨,૯૮૦, ૪૨,૫૬૦, ૪૨,૧૫૦ સુધીની શક્યતા. 

નિફટી ફ્યુચર (૧૮,૩૨૮.૬૫)

૧૮,૯૯૮.૮૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૮,૪૪૦ ઉપર ૧૮,૪૮૮, ૧૮,૫૮૦, ૧૮,૭૨૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૮,૩૧૩ નીચે ૧૮,૩૦૦, ૧૮,૧૫૦, ૧૮,૦૨૦ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપેલ છે.

આઇસીઆઇસીઆઇ બૅન્ક (૯૦૨.૦૦)

૯૫૮.૨૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૯૨૦ ઉપર ૯૨૮ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૮૯૯ નીચે ૮૯૭, ૮૯૦, ૮૮૨ સુધીની શક્યતા. આ સાથે દૈનિક ચાર્ટ આપેલ છે.

ટાઇટન(૨૪૮૨.૮૫)

૨૬૬૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૫૪૭ ઉપર ૨૫૮૮ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૨૮૦ નીચે ૨૪૨૫ સુધીની શક્યતા. ૨૪૨૫ નીચે વધુ ઘટાડો આવી શકે છે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપેલ છે.

આ પણ વાંચો : નિફ્ટી ફ્યુચર ૧૮,૭૭૦ નીચે ૧૮,૬૭૦ અને ૧૮,૬૩૫ મહત્ત્વના સપોર્ટ

શૅરની સાથે શેર

ઊભો અંધારની સામે સદાયે શાન રાખીને, દીવો મૂંઝાય છે મનમાં હવાનું ધ્યાન રાખીને. - અગન રાજ્યગુરુ

business news share market stock market national stock exchange bombay stock exchange sensex nifty