04 November, 2024 08:31 AM IST | Mumbai | Ashok Trivedi
બોમ્બે સ્ટોક એક્સચેન્જ
વાચકમિત્રો, સાલ મુબારક. નવું વર્ષ આપ સૌને તન-મન-ધન સર્વ પ્રકારે લાભદાયી નીવડે એવી શુભકામના. નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪૧૬૧.૫૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૧૦.૫૫ પૉઇન્ટના નેટ સુધારે ૨૪૨૦૩.૩૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૩.૨૨ પૉઇન્ટના નેટ ઘટાડે ૭૯૩૮૯.૦૬ બંધ રહ્યો. ઉપરમાં ૮૦૫૪૦, ૮૦૬૪૬ કુદાવે તો ૮૦૭૩૮ મહત્ત્વની પ્રતિકારક સપાટી ગણાય. જેની ઉપર ૮૧૩૦૦ સુધીની શક્યતા. નીચામાં ૭૯૧૩૭ નીચે ૭૯૦૯૦, ૭૮૨૯૫ સપોર્ટ ગણાય. બજાર ઓવરસોલ્ડ છે. નવી મંદી કરવી હિતાવહ નથી. તારીખ ૮થી ૧૧ ગેનની ટર્નિંગના દિવસો ગણાય. એ દિવસોના ઊંચા-નીચા ભાવોનો ઉપયોગ સ્ટૉપલૉસ તરીકે કરી શકાય. સરકારી બૅન્કોનાં પરિણામ સારાં છે, પણ શૅર ચાલતા નથી, પણ ચાલશે ત્યારે બધાને દોડાવશે એ નક્કી.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી, અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. મધ્યમ ગાળાનો સપોર્ટ ૨૩૯૧૨ ગણાય. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧૨૬૫ ગણાય. (Time Limit = બે ટ્રેન્ડલાઇન એકબીજાને મળે ત્યાં સુધીની સમયમર્યાદા ગણી શકાય. પૅટર્નની (હોરિઝોન્ટલ)પહોળાઈના ૫૦થી ૭૫ ટકા સુધીમાં બ્રેકઆઉટ આવવું જોઇએ. (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૪૫૫૧.૭૬ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
પંજાબ નૅશનલ બૅન્ક (૯૭.૯૦):ઃ ૧૪૧.૨૩ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ૧૦૬ ઉપર ૧૧૮ અને ૧૨૯ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૯૨ તૂટે તો ૯૦ અને ૮૩ સપોર્ટ ગણાય.
સેન્ટ્ર બૅન્ક (૫૭.૮૩): ૭૬.૯૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવેછે. ઉપરમાં ૫૮ ઉપર ૬૦.૫૦, ૬૨, ૬૮ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૫૪ નીચે ૪૯ તૂટે તો ૪૩ સપોર્ટ ગણાય.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૧૯૫૪.૪૦): ૫૪૬૪૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૨૬૬૫ ઉપર ૫૨૭૭૫, ૫૩૪૦૫, ૫૩૫૨૦ સુધીની શક્યતા. નીચામાં ૫૧૭૦૦ નીચે ૫૦૮૫૦, ૫૦૩૭૪ તૂટેતો ૫૦૨૫૫, ૪૯૮૧૫, ૪૯૪૦૦ સુધીની શક્યતા.
નિફ્ટી ફ્યુચર (૨૪૨૦૩.૩૦)
૨૬૪૦૨.૯૦ના બૉટમથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪૫૨૦, ૨૪૫૮૫ કુદાવે તો ૨૪૭૦૦, ૨૪૮૫૦, ૨૪૯૦૦ સુધીની શક્યતા. નીચામાં ૨૪૦૬૮ નીચે ૨૩૯૧૨ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ર્ચાટ આપ્યો છે.
યુકો બૅન્ક (૪૬.૧૧)
૭૦.૨૮ના બૉટમથી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૯ ઉપર ૫૩ અને ૬૧ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૪૪ નીચે ૪૧.૮૩ તૂટે તો ૩૯ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક (૫૪.૪૬)
૮૩.૭૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૭ ઉપર ૫૯, ૬૨, ૬૪ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૫૨ નીચે ૪૮ તૂટે તો ૪૪ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.