નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૫,૩૫૭ અને નીચામાં ૨૪,૮૮૬ મહત્ત્વની સપાટીઓ

14 October, 2024 10:32 AM IST  |  Mumbai | Ashok Trivedi

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪,૮૮૬.૫૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૧૨૪.૩૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૫,૦૪૯.૫૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૩૦૭.૦૯ પૉઇન્ટના નેટ ઘટાડે ૮૧,૩૮૧.૩૬ બંધ રહ્યો.

શેરબજાર

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪,૮૮૬.૫૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૧૨૪.૩૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૫,૦૪૯.૫૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૩૦૭.૦૯ પૉઇન્ટના નેટ ઘટાડે ૮૧,૩૮૧.૩૬ બંધ રહ્યો. ઉપરમાં ૮૧,૯૪૦ ઉપર ૮૨,૩૨૦, ૮૨,૪૩૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૮૧,૩૦૪, ૮૦,૭૨૬ તૂટે તો વેચવાલી વધતી જોવાય. છમાસિક પરિણામોની અસર પણ જોવાશે. મંગળ અને બુધવારની વધ-ઘટ પણ ધ્યાનમાં લેવી. બન્ને બાજુના વેપારમાં સાવચેત રહેવા જેવું છે. 

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી, અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. મધ્યમ ગાળાનો  સપોર્ટ ૨૩,૯૧૨ ગણાય. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. (ટ્રાયેન્ગલ પૅટર્ન ત્રણ પ્રકારની હોય છે. (૧) Symmetrical, (૨) Ascending,( ૩) Descending અને ઘણા ચાર્ટિસ્ટો ચોથા પ્રકારના ટ્રાયેન્ગલનો ઉપયોગ કરે છે જેને Expanding અથવા Broadening Formation તરીકે ઓળખવામાં આવે છે. દરેક પ્રકારની ટ્રાયેન્ગલ પૅટર્ન એકબીજાથી સહેજ અલગ પ્રકારની હોય છે અને અલગ-અલગ નિર્દેશો આપે છે.) (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૫,૩૪૪.૫૪ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.

એક્સાઇડ ઇન્ડ. (૫૩૦.૫૦)

૪૭૩.૧૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવા​ડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપર ૫૩૩ ઉપર ૫૩૬, ૫૪૬, ૫૫૫ સુધીની શક્યતા. નીચામાં ૫૧૫ નીચે ૫૦૫, ૫૦૧  સપોર્ટ ગણાય. 

સ્ટેટ બૅન્ક (૭૯૯.૭૫)

૭૬૫.૪૦ સુધી આવીને સાઇડવેઝમાં છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૧૧ ઉપર બંધ આવે તો ૮૨૦ અનેએ કુદાવે તો ૮૩૦ સુધીની શક્યતા. નીચામાં ૭૯૩ નીચે ૭૮૨  સપોર્ટ ગણાય. 

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૧,૩૮૬.૪૦)

૫૪,૬૪૦ના ટોપથી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૨,૦૩૭ ઉપર ૫૨,૨૫૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૧,૨૧૯ નીચે ૫૦,૬૯૬, ૫૦,૫૩૦, ૫૦,૨૫૫ સુધીની શક્યતા. 

નિફ્ટી ફ્યુચર (૨૫,૦૪૯.૫૫)

૨૬,૪૦૨.૯૦ના બૉટમથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૫,૧૫૦ ઉપર ૨૫,૩૫૭, ૨૫,૪૦૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૪,૮૮૬ નીચે ૨૪,૮૧૬ મહત્ત્વની સપાટી ગણાય જે તૂટશે તો વધુ વેચવાલી જોવાશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

ગ્રૅન્યુલ્સ (૬૦૩.૮૫)

૫૩૭.૯૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૦૮ ઉપર ૬૧૪, ૬૨૬, ૬૩૩ સુધીની શક્યતા. ૬૩૩ ઉપર ચાલે તો ૬૩૭, ૬૪૮ સુધી આવી શકે. નીચામાં ૫૯૦ નીચે ૫૭૫ ક્લોઝિંગ  સપોર્ટ ગણાય. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે.

રિલાયન્સ (૨૭૪૪.૨૦)

૩૦૬૬.૯૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવા​ડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૭૮૫ ઉપર ૨૮૨૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૭૨૨ નીચે ૨૭૦૯ સુધીની શક્યતા. ૨૭૦૯ તૂટશે તો ૨૬૪૫, ૨૬૦૦, ૨૫૭૫ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

nifty stock market share market state bank of india reliance business news