ગ્રોમાના નવા પ્રમુખપદે ભીમજી ભાનુશાલી અને સેક્રેટરી તરીકે નીલેશ વીરા ચૂંટાયા

07 August, 2024 09:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેક્રેટરી ભીમજી ભાનુશાલીની પ્રમુખપદે તથા નીલેશ વીરાની સેક્રેટરીપદે બિનહરીફ નિમણૂક કરવામાં આવી હતી

ભીમજી ભાનુશાલી, નીલેશ વીરા

નવી મુંબઈની ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) માર્કેટમાં આવેલી દાણાબજારના ૧૨૫ વર્ષ જૂના પ્રતિષ્ઠિત ધ ગ્રેન, રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશન (GROMA-ગ્રોમા)ની તેમના ભૂતપૂર્વ પ્રમુખ શરદ મારુના દેહાંત બાદ સોમવારે મળેલી કાર્યવાહક સમિતિની મીટિંગમાં ગ્રોમાના સેક્રેટરી ભીમજી ભાનુશાલીની પ્રમુખપદે તથા નીલેશ વીરાની સેક્રેટરીપદે બિનહરીફ નિમણૂક કરવામાં આવી હતી.

business news apmc market navi mumbai vashi