ક્રિપ્ટોકરન્સી સંબંધે અમેરિકન પ્રમુખને વ્યાપક અધિકારો આપતો નવો કાયદો

08 June, 2024 08:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આઇસી૧૫ ઇન્ડેક્સ ૩૫ પૉઇન્ટ વધ્યો

પ્રતીકાત્મક તસવીર

વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટ શુક્રવારે ફ્લૅટ રહી હતી. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ–આઇસી૧૫ બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ૦.૦૪ ટકા (૪૭૫ પૉઇન્ટ) વધીને ૯૧,૨૩૫ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૯૧,૨૦૦ ખૂલીને ૯૧,૮૪૭ની ઉપલી અને ૮૯,૮૫૯ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ટોચના વધનાર કૉઇન કાર્ડાનો, ટોનકૉઇન, ચેઇનલિન્ક અને બિટકૉઇન હતા. બિટકૉઇનમાં ૦.૪૬ ટકા વૃદ્ધિ સાથે ભાવ ૭૧,૨૬૦.૭૩ ડૉલર પહોંચ્યો હતો. અવાલાંશ, શિબા ઇનુ, લાઇટકૉઇન અને ઈથેરિયમ ઘટ્યા હતા.  

વૈશ્વિક સ્તરની મોટી ઘટનામાં, નવા ક્રિપ્ટો કાયદાને પગલે અમેરિકન પ્રમુખને આતંકવાદનો મુકાબલો કરવાની દૃષ્ટિએ ક્રિપ્ટોકરન્સીના ઉપયોગનું નિયમન કરવા માટેના વ્યાપક અધિકારો આપવામાં આવ્યા છે. આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલી વિદેશી એન્ટિટીઝના વ્યવહારોને અટકાવવા કે એમના હસ્તક્ષેપ કરવાનો અધિકાર આ કાયદાને પગલે મળશે.  

દરમ્યાન જે. પી. મૉર્ગનનું કહેવું છે કે અમેરિકામાં ​​ક્રિપ્ટોકરન્સી સંબંધિત ધારાધોરણ સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી (CBDC) લૉન્ચ કરવાનો વિરોધ કરે છે. બીજી બાજુ અમેરિકાના સ્પૉટ બિટકૉઇન ઈટીએફમાં ગુરુવારે ૨૧૭ મિલ્યન ડૉલર કરતાં વધુનું નેટ રોકાણ આવ્યું હતું. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડનું કહેવું છે કે અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી થવા પહેલાં બિટકૉઇનનો ભાવ એક લાખ ડૉલરને આંબી જશે. 

crypto currency bitcoin business news