13 September, 2024 07:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ક્રિપ્ટોકરન્સીના કાનૂની દરજ્જા બાબતે સ્પષ્ટતા કરવા યુનાઇટેડ કિંગડમની સંસદમાં ખરડો રજૂ કરવામાં આવ્યો છે. ડિજિટલ ઍસેટ્સને લગતા આ ખરડામાં ક્રિપ્ટોકરન્સી, નૉન-ફન્જિબલ ટોકન્સ અને કાર્બન ક્રેડિટ્સને કાયદા મુજબ વ્યક્તિગત મિલકત ગણવામાં આવશે. અત્યાર સુધી ઇંગ્લૅન્ડ કે વેલ્શના પ્રૉપર્ટી કાયદામાં ડિજિટલ ઍસેટ્સને સ્થાન આપવામાં આવ્યું નહોતું. નવા કાયદો ઘડાયા બાદ ડિજિટલ ઍસેટ્સના માલિકોને છેતરપિંડી તથા કૌભાંડો સામે કાનૂની રક્ષણ મળી રહેશે.
દરમ્યાન ઇક્વિટી માર્કેટની પાછળ-પાછળ ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં પણ ગુરુવારે સુધારો થયો હતો. બિટકૉઇન 4 ટકા વધીને 58,221 ડૉલરના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ઇથેરિયમમાં 2.66 ટકા વૃદ્ધિ સાથે ભાવ 2355 ડૉલર પહોંચ્યો હતો. બાઇનૅન્સમાં 6.76 ટકા, સોલાનામાં 5 ટકા, રિપલમાં 8.27 ટકા, ડોઝકૉઇનમાં 3.76 ટકા, કાર્ડાનોમાં 7.77 ટકા અને અવાલાંશમાં 3.34 ટકા વધારો
થયો હતો.