23 January, 2019 08:53 AM IST |
અનિલ અંબાણી
ન્યાયમૂર્તિ એસ. જી. મુખોપાધ્યાયના નેતૃત્વમાં બે સભ્યોની ખંડપીઠે મંગળવારે જણાવ્યું હતું કે રિલાયન્સ ઇન્ફ્રાટેલ અને એના પ્રમોટરો વિરુદ્ધની HSBC ડેઇઝી ઇન્વેસ્ટમેન્ટ્સ (મૉરિશ્યસ) અને અન્ય લઘુમતી શૅરહોલ્ડરોએ કરેલી પેમેન્ટના કથિત ડિફૉલ્ટની અરજીની સુનાવણી 25 ફેબ્રુઆરીએ કરાશે.
મંગળવારે NCLAT બેન્ચ સમક્ષ આ કેસ મુકાયો ત્યારે અપેલેટ ટ્રિબ્યુનલે એને સમયની અછતને કારણે કોઈ બીજા દિવસે હાથ ધરવાનું કહ્યું હતું.
HSBC ડેઇઝીએ રિલાયન્સ ઇન્ફ્રાટેલ દ્વારા કરાયેલા 230 કરોડની ચુકવણીના ડિફૉલ્ટ બાબતે અપેલેટ ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી. 2018ની 26 જૂને NCLAT દ્વારા નોંધાયેલા રિલાયન્સ ઇન્ફ્રાટેલ, HSBC ડેઇઝી અને અન્યો વચ્ચેના કરારની શરતો અનુસાર અનિલ અંબાણીની માલિકીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાટેલ આગામી છ મહિનામાં રકમ ચૂકવવાની હતી.
આ પણ વાંચો : વૈશ્વિક ગ્રોથનું પ્રોજેક્શન ઘટતાં સોનામાં નવેસરથી તેજીનો આરંભ
છ મહિનાનો સમયગાળો સમાપ્ત થઈ ગયો હોવાથી HSBC ડેઇઝી અને રિલાયન્સ ઇન્ફ્રાટેલમાં 44.26 ટકા હિસ્સો ધરાવતા અન્ય નવ લઘુમતી શૅરહોલ્ડરોએ આ અરજી દાખલ કરી હતી.