મારી પ્રાયોરિટી ફુગાવાને કાબૂમાં લેવાની : નાણાપ્રધાન

26 August, 2023 01:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જીડીપીના આંકડાઓ સારા આવે એવી ધારણા

નિર્મલા સીતારમણ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે સરકારની પ્રાથમિકતા સતત આર્થિક વૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે ફુગાવાને કાબૂમાં લેવાની છે.કૉન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ) દ્વારા આયોજિત બી૨૦ સમિટ ઇન્ડિયાને સંબોધતાં પ્રધાને કહ્યું કે આ મહિને જાહેર થનારા પ્રથમ ત્રિમાસિક ગાળાના જીડીપી આંકડા સારા હોવા જોઈએ.
નોંધપાત્ર સમય માટે વધેલા વ્યાજદરો પુનઃપ્રાપ્તિને અવરોધે છે એ અવલોકન કરીને સીતારમણે કહ્યું કે મારી પ્રાથમિકતા ફુગાવાને કાબૂમાં લેવાની છે.
મુખ્યત્વે ટમેટાં અને શાકભાજીના વધતા ભાવને કારણે છૂટક ફુગાવો જુલાઈમાં ૭.૪૪ ટકાની ૧૫ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.
વૃદ્ધિ પર તેમણે કહ્યું કે ભારત આર્થિક સુધારાની ગતિને વેગ આપવા સક્ષમ છે અને પ્રથમ ત્રિમાસિક જીડીપીના આંકડા સારા હોવા જોઈએ.
નૅશનલ સ્ટૅટિસ્ટિકલ ઑફિસ
૩૧ ઑગસ્ટના રોજ પ્રથમ
ત્રિમાસિક ગાળા માટે જીડીપી નંબરો જાહેર કરશે.

business news nirmala sitharaman inflation