હવે AI બિઝનેસમાં મુકેશ અંબાણીની એન્ટ્રી? અમેરિકાની આ મોટી કંપની સાથે ડીલ

09 September, 2023 04:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની તાજેતરમાં થયેલી 46મી વાર્ષિક સામાન્ય બેઠક (Reliance AGM 2023)માં ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani)એ આર્ટિફિશયલ ઈન્ટેલિજેન્સ (AI) મૉડલને લઈને મોટો દાવો કર્યો હતો.

મુકેશ અંબાણી (ફાઈલ તસવીર)

દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની તાજેતરમાં થયેલી 46મી વાર્ષિક સામાન્ય બેઠક (Reliance AGM 2023)માં ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani)એ આર્ટિફિશયલ ઈન્ટેલિજેન્સ (AI) મૉડલને લઈને મોટો દાવો કર્યો હતો. હવે આ દિશામાં ઝડપથી આગળ વધતા રિલાયન્સે AI જગતમાં પોતાનો દબદબો કાયમ કરવા માટે એક મોટી ડીલ કરી છે. આ હેઠળ જિયો પ્લેટફૉર્મ્સ (Jio Platforms)એ ક્લાઉડ આધારિત AI કમ્પ્યૂટના પાયાનો ઢાંચો તૈયાર કરવા માટે વૈશ્વિક ચિપ ડિઝાઈન ફર્મ એનવીડિયા (NVIDIA) સાથે કરાર કરવામાં આવ્યા છે.

રિલાયન્સ-NVIDIA ડીલનો ઉદ્દેશ
રૉયટર્સના રિપૉર્ટ પ્રમાણે, અમેરિકન ચિપ નિર્માતા NVIDIA સાથે થઈ આ ડીલ ભારતની આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ અને સેમીકંડક્ટર ચિપ મહાત્વાકાંક્ષાઓને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી છે. આશા છે કે આ ભાગીદારીથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડિજિટલ સેવા વેપારને વધુ પ્રોત્સાહન મળશે, જે જ્યો પ્લેટફૉર્મ્સની અંતર્ગત આવે છે. જિયો પ્લેટફૉર્મ્સ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે AI Cloudનું આ નવા પાયાના ઢાંચા દેશના શોધકર્તાઓ, ડેવલપર, સ્ટાર્ટઅપ, વૈજ્ઞાનિકો, એઆઈ વિશેષજ્ઞોને તરત કમ્પ્યૂટિંગ અને હાઈ-સ્પીડ, સુરક્ષિત ક્લાઉડ નેટવર્કિંગ સુધી પહોંચવામાં સક્ષમ બનાવશે.

એઆઈ સુપર કમ્પ્યૂટરની દિશામાં પગલું
NVIDIAના ફાઉન્ડર સાથે CEO જેનસેન હુઆંગ (Jensen Huang)એ કહ્યું કે ભારતમાં અત્યાધુનિક એઆઈ સુપર કમ્પ્યૂટર બનાવવા માટે રિલાયન્સ સાથે ભાગીદારી કરીને અમને આનંદ થઈ રહ્યો છે. ભારત પાસે સ્કિલ, ડેટા અને ટેલેન્ટ છે. સૌથી ઉન્નત એઆઈ કમ્પ્યૂટિંગ પાયાના ઢાંચા સાથે, રિલાયન્સ પોતાના મોટા લેન્ગ્વેજ મૉડલનું નિર્માણ કરી શકે છે, જે બારતના લોકો માટે દેશમાં બનેલા જનરેટર એઆઈ અનુપ્રયોગોને શક્તિ આપશે.

કંપની પ્રમાણે, એનવીડિયા પરિયોજના માટે જરૂરી કમ્પ્યૂટિંગ પાવર આપશે, જ્યારે રિલાયન્સ એઆઈ એપ્લિકેશન બનાવવા પર કામ કરશે, દેમ કે એક સ્થાનિક ભાષા એપ જે હવામાનની માહિતી અને પાકની કિંમતો આપવા માટે ખેડૂતો સાથે વાતચીત કરી શકે છે.

અમેરિકન ફર્મ તરફથી આગળ કહેવામાં આવ્યું છે કે AI મોટા પાયે લક્ષણોના સ્પેશ્યાઈઝ ઉકેલ અને ઈમેજિંગ સ્કેન આપવામાં મદદ કરી શકે છે, જ્યાં ડૉક્ટર તરત ઉપલબ્ધ ન હોઈ શકે. આ સિવાય એઆઈ દાયકાઓના વાયુમંડળીય ડેટાનો ઉપયોગ કરીને ચક્રવાતી તોફાનની બહેતર ભવિષ્યવાણી કરી શકે છે, જે જોખમવાળા લોકો માટે મદદગાર રહેશે.

મુકેશ અંબાણીએ વ્યક્ત કર્યો આનંદ
રિલાયન્સ ચેરમેન મુકેશ અંબાણીએ છેલ્લે થયેલી Reliance AGMમાં કહ્યું હતું કે જિયો પ્લેટફૉર્મ્સ અલગ-અલગ સેક્ટર્સમાં ભારત-કેન્દ્રિત AI મૉડલ અને આની સાથે જોડાયેલા પ્રયત્નોનું નેતૃત્વ કરવા માગે છે. અંબાણીએ કહ્યું કે જિયો પ્લેટફૉર્મ્સ `દરેકને, દરેક જ્યાએ એઆઈ`નો વાયદો કરે છે. હવે આ ડીલ બાદ Mukesh Ambaniએ કહ્યું કે હું NVIDIA સાથે પાર્ટનરશિપથી ખુશ છું અને એકસાથે એક ઉદ્દેશપૂર્ણ યાત્રાની આશા રાખું છું.

રિલાયન્સ જિયો ઈન્ફોકૉમ લિમિટેડના અધ્યક્ષ આકાશ અંબાણી (Akash Ambani)એ કહ્યું કે જિયો અને NVIDIA બન્ને એક અપગ્રેડેડ એઆઈ ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર વિકસિત કરશે, જે સુરક્ષિત, મજબૂત અને પ્રાસંગિક છે. અમારું લક્ષ્ય દેશના રિસર્ચર, સ્ટાર્ટ-અપ અને વેન્ચર માટે એઆઈને સુલભ બનાવવાનું છે, જેથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ પાવર હાઉસ બનાવવાની દિશામાં ભારતની ગતિ ઝડપી બની શકે.

mukesh ambani jio reliance business news