એમેઝોનને પડકારવા માંગે છે મુકેશ અંબાણી, પરંતુ સામે ઊભી છે આ મુશ્કેલી

28 February, 2019 07:36 PM IST  |  નવી દિલ્હી

એમેઝોનને પડકારવા માંગે છે મુકેશ અંબાણી, પરંતુ સામે ઊભી છે આ મુશ્કેલી

ફાઇલ ફોટો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક અને બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોન અને વોલમાર્ટને ટક્કર આપવાની તૈયારીમાં છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પોતાના રિટેલ બિઝનેસના માધ્યમથી ભારતના રિટેલ બિઝનેસ પર પોતાની પકડ મજબૂત કરી રહી છે. જોકે, જાણકારોનું માનવું છે કે, રિલાયન્સ રિટેલને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. હકીકતમાં, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હેઠળ ટેલિકોમ બિઝનેસ પણ આવે છે, પરંતુ પોતાના બિઝનેસને ચમકાવવા માટે રિલાયન્સ રિટેલ પોતાના ટેલિકોમ બિઝનેસની મદદ નહીં લઈ શકે.

તાજેતરમાં જ મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પોતાના રિટેલ બિઝનેસને વધારવા ઈચ્છે છે. હાલના સમયમાં રિલાયન્સ રિટેલના દેશભરમાં કુલ 9900થી પણ વધારે સ્ટોર્સ છે. જ્યારે બીજી તરફ રિલાયન્સના ટેલિકોમ એકમ પાસે 28 કરોડથી વધારે ગ્રાહક છે. કંપનીએ પ્લાન બનાવ્યો હતો કે આ યૂઝર્સના બેઝની મદદથી તે રિટેલ વેપારને વધારશે. એવામાં હવે, આરઆઈએલ માટે સૌથી મોટો પડકાર છે કે જો તે બંને કંપનીઓ વચ્ચે ગ્રાહકોના ડેટા શેર કરે છે તો તેને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

ગત મંગળવારે રિલાયન્સ રિટેલ લિમિટેડના મુખ્ય ફાઈનાન્સ ઓફિસર અશ્વિન કાસ્ગીવાલાએ મંગળવારે જણાવ્યું હતું કે, બંને કંપનીઓ અલગ-અલગ છે. એટલે ડેટા પ્રાઈવસીના નિયમ વચ્ચે આવી શકે છે. કંપનીનો રિટેલ બિઝનેસ રિલાયન્સ રિટેલ અંતર્ગત આવે છે, જ્યારે ટેલિકોમ બિઝનેસ રિલાયન્સ જિયો ઈન્ફોકોમ અંતર્ગત આવે છે. એવામાં બંને કંપનીઓ એકબીજા સાથે ડેટા શેર ન કરી શકે.

આ પણ વાંચો: દુનિયાના ટોપ 10 અમીરોની યાદીમાં મુકેશ અંબાણીનો સમાવેશ

મુકેશ અંબાણી કે જેમણે ડેટાને ‘નવું ઈંધણ’ કહેવાની સાથે ભારતમાં વિદેશી કંપનીઓ દ્વારા ‘ડેટા કોલોનાઈઝેશન’ની ચેતવણી આપી હતી, તે કાયદાકીય ચૂંગાલમાંથી બચવા માટે વૈકલ્પિક રસ્તો શોધી શકે છે. તેમની પાસે એક વિકલ્પ રિલાયન્સની બંને યુનિટ્સને મર્જ કરવાનો છે. ભારતમાં બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપના કન્ઝુમર પ્રેક્ટિસના હેડ અભિષેક સિંધીનું કહેવું હતું કે, ‘બે કંપનીઓ વચ્ચે ડેટા શેરિંગ ઘણું મુશ્કેલ બની શકે છે. મારા માનવા મુજબ કાયદાની દ્રષ્ટિએ બંને કંપનીઓ મર્જ થશે.’

mukesh ambani reliance