27 February, 2019 09:01 PM IST |
મુકેશ અંબાણી દુનિયાના ટોપ 10 અમીર લોકોની યાદીમાં સામેલ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી દુનિયાના ટોપ 10 અમીર લોકોની યાદીમાં સામેલ થયા છે. 54 અરબ ડોલર સંપતિ સાથે મુકેશ અંબાણીએ ટોપ 10માં સ્થાન મેળવ્યું છે. દુનિયાભરના સૌથી અમીર લોકોના લિસ્ટમાં જેફ બેજોસ સતત બીજા વર્ષે ટોપ પર રહ્યાં છે. જો કે અનિલ અંબાણીને આ લિસ્ટમાં સ્થાન મળ્યું નથી. અનિલ અંબાણીની કમાણીમાં 65 ટકા ઘટાડો થયો છે.
દુનિયાભરના અમીર લોકોની યાદીમાં 2019 લિસ્ટમાં અમેઝોનના પ્રમુખ જેફ બેજોસ સતત બીજા વર્ષે ટોપ પર રહ્યા છે. ધનવાન લોકોની યાદીમાં 96 અરબ ડોલર સંપતિ સાથે માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ, 88 અરબ ડોલર સાથે બર્કશાયર હાથવેના ચેરમેન વારેન બફે ત્રીજા સ્થાને રહ્યા હતા. 86 અરબ ડોલર સંપતિ સાથે બર્નાર્ડ અર્નાલ્ટ ચોથા સ્થાને રહ્યા છે.
આ પણ વાંચો: ફેબ્રુઆરી સુધીમાં પડકાઈ 20 હજાર કરોડની GST ચોરી, 50% ની રિકવરી પૂરી
ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગ આ યાદીમાં 5માં સ્થાને રહ્યા હતા. મુકેશ અંબાણી આ યાદીમાં 3.83 લાખ કરોડ રુપિયાની નેટવર્થ સાથે આ યાદીમાં દસમાં સ્થાને રહ્યાં હતા. મુકેશ અંબાણી રિલાયન્સની 52 ટકા માલિકી ધરાવે છે અને ભારતના સૌથી અમીરની યાદીમાં પહેલુ સ્થાન ધરાવે છે.