મજબૂત નાણાકીય સ્થિતિ માટે મોબાઇલ, ઇન્ટરનેટ કનેક્ટિવિટી મુખ્ય પરિબળ

20 January, 2023 03:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એસબીઆઇના ચૅરમૅન દિનેશ કુમાર ખરાનું નિવેદન

સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના ચૅરમૅન દિનેશ કુમાર

સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના ચૅરમૅન દિનેશ કુમાર ખરાએ જણાવ્યું હતું કે મજબૂત મોબાઇલ અને ઇન્ટરનેટ કનેક્ટિવિટીએ ભારતને નાણાકીય સર્વસમાવેશકતાના લક્ષ્યને વિસ્તૃત કરવામાં મોટી રીતે મદદ કરી છે, જ્યારે બૅન્કિંગ સંવાદદાતાઓ અને માઇક્રો એટીએમના વિવિધ નેટવર્કે છેલ્લા માઇલ સુધી પહોંચની ખાતરી આપી છે.

વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમની વાર્ષિક મીટિંગ ૨૦૨૩ દરમ્યાન ‘ફાઇનૅન્શિયલ ઇન્ક્લુઝન બિયોન્ડ એક્સેસ’ વિષય પરના સત્રમાં બોલતાં તેમણે એમ પણ કહ્યું કે દેશમાં લોકોને તેમની બૅન્કિંગ જરૂરિયાતો પૂરી કરવા અને કોઈ પણ છેતરપિંડી સામે તેમની સુરક્ષા માટે નાણાકીય અને ડિજિટલ સાક્ષરતા ફેલાવવા માટે ઘણું કરવામાં આવી રહ્યું છે. 

આ પણ વાંચો :  બિઝનેસ વિઝા જારી કરવા સુવિધા વધારવાની અમેરિકાએ કરી જાહેરાત

અમે ૧.૩ અબજનો દેશ છીએ અને અમારી પાસે લગભગ ૧.૨ અબજ મોબાઇલ ફોન કનેક્શન છે. અમારી પાસે લગભગ ૮૦ કરોડ ઇન્ટરનેટ કનેક્શન પણ છે અને એનાથી અમને નાણાકીય સમાવેશને વિસ્તૃત કરવામાં ઘણી મદદ મળી છે, એમ ખારાએ જણાવ્યું હતું.

એસબીઆઇના ચૅરમૅને જણાવ્યું હતું કે રોગચાળાના સમયગાળા દરમ્યાન અમે બીજું એક ઉત્તમ કામ પણ કર્યું છે, એ કૅશનું વિતરણ કરવાને બદલે અનાજનું વિતરણ પણ કરી રહ્યું છે. એનાથી અમને ફુગાવાને કાબૂમાં રાખવામાં મદદ મળી છે.

business news state bank of india idea vodafone airtel