મર્સિડીઝ-બેન્ઝના ભાવ એપ્રિલથી બેથી લઈને બાર લાખ રૂપિયા વધશે

10 March, 2023 04:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રૂપિયામાં ઘટાડાને પગલે ત્રણ મહિનામાં બીજી વાર વધારો થયો

પ્રતીકાત્મક તસવીર

લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે એ પહેલી એપ્રિલથી વિવિધ મૉડલ્સની કિંમતમાં ૨ લાખથી ૧૨ લાખ રૂપિયાનો વધારો કરશે, ખાસ કરીને વિદેશી હૂંડિયામણની પ્રતિકૂળ અસરના વધતા ઇનપુટ ખર્ચને સરભર કરવા માટે આ વધારો કરવામાં આવ્યો છે.

ત્રણ મહિનામાં આ બીજી વખત બનશે, જ્યારે કંપની એનાં વાહનોની કિંમતમાં વધારો કરી રહી છે.

કંપનીએ જણાવ્યું હતું કે એપ્રિલથી કંપનીના મૉડલ રેન્જની એક્સ-શોરૂમ કિંમતમાં પાંચ ટકા સુધીનો વધારો થશે.

મર્સિડીઝ-બેન્ઝ ઇન્ડિયાના મૅનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ સંતોષ ઐયરે જણાવ્યું હતું કે કંપની યુરો પર નજર રાખી રહી છે અને છેલ્લા કેટલાક મહિનામાં એની સામે રૂપિયામાં ઘટાડો થયો છે. ઑક્ટોબરમાં રૂપિયા સામે યુરો ૭૮-૭૯ની આસપાસ હતો અને હવે એ ૮૭ પર છે. એ ખરેખર દબાણ લાવી રહ્યું છે અને જો આપણે હવે આ સક્રિય પગલું નહીં ભરીએ તો એ ભારતમાં અમારા એકંદર બિઝનેસ મૉડલને બગાડશે.

business news automobiles mercedes benz