માસ્ટરકાર્ડ ડિસ્ટ્રિબ્યુટેડ લેજર ટેક્નૉલૉજીનો ઉપયોગ કરશે : આઇસી૧૫ ઇન્ડેક્સમાં વધુ ૧૪૪૬ પૉઇન્ટનો ઘટાડો

10 May, 2024 06:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડેક્સ ૭૮,૨૭૪ ખૂલીને ૭૮,૭૮૬ની ઉપલી અને ૭૬,૫૮૧ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો

પ્રતીકાત્મક તસવીર

વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ–આઇસી૧૫ બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ૧.૮૫ ટકા (૧૪૪૬ પૉઇન્ટ) ઘટીને ૭૬,૮૨૮ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૭૮,૨૭૪ ખૂલીને ૭૮,૭૮૬ની ઉપલી અને ૭૬,૫૮૧ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ઘટકોમાંથી સોલાના, પોલકાડૉટ, ડોઝકૉઇન અને બિટકૉઇન બેથી ચાર ટકાની રેન્જમાં ઘટ્યા હતા. ટોનકૉઇન, લાઇટકૉઇન, કાર્ડાનો અને ટ્રોન ૧થી ૪ ટકાની રેન્જમાં વધ્યા હતા. 

દરમ્યાન યુનાઇટેડ કિંગડમના નાણાપ્રધાન બિમ અફોલામીના જણાવ્યા મુજબ આગામી ચૂંટણી પહેલાં સરકાર સ્ટેબલકૉઇન અને ક્રિપ્ટો સ્ટૅકિંગનું નિયમન કરવા માટેનું સર્વાંગી માળખું રચવા અર્થે ખરડો રજૂ કરવાની છે. બીજી બાજુ, રવાન્ડાએ પોતાની રીટેલ સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી (CBDC)ની વ્યવહાર્યતા વિશેનો અભ્યાસ પૂરો કરી દીધો છે ત્યાં એનો ઑફલાઇન ઉપયોગ કરવાની દિશામાં કાર્ય ચાલી રહ્યું છે. 

અન્ય મહત્ત્વપૂર્ણ ઘટનામાં પેમેન્ટ્સ ક્ષેત્રની અગ્રણી કંપની માસ્ટરકાર્ડે ટોકનાઇઝેશનનો ઉપયોગ કરીને પેમેન્ટનું સેટલમેન્ટ થાય એ માટે ડિસ્ટ્રિબ્યુટેડ લેજર ટેક્નૉલૉજીની ચકાસણી કરવાનું આયોજન કર્યું છે. એના માટે તેણે જે. પી. મૉર્ગન, સિટીગ્રુપ અને વીઝા કંપની સાથે સહયોગ સાધ્યો છે. 

business news share market stock market sensex nifty crypto currency