24 March, 2023 11:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
હૉન્ડા અને મારુતિ કંપની પોતાનાં પસંદગીનાં વાહનોના ભાવમાં એપ્રિલથી વધારો કરી રહી છે. હૉન્ડા કાર કંપની એની એન્ટ્રી લેવલની કૉમ્પેક્ટ સેડાન એમેઝના ભાવમાં ૧૨,૦૦૦ રૂપિયા સુધીનો વધારો કરવાની યોજના ધરાવે છે, જેથી આગામી મહિનાથી આગામી કડક ઉત્સર્જન ધોરણોને કારણે ઉત્પાદનખર્ચમાં થયેલા વધારાની અસરને સરભર કરી શકાય. મૉડલના વિવિધ ટ્રીમ્સના આધારે કિંમતમાં વધારો થશે.
હૉન્ડા કાર્સ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ માર્કેટિંગ ઍન્ડ સેલ્સ કુણાલ બહલે જણાવ્યું કે ‘આગામી કડક ઉત્સર્જન ધોરણોને કારણે ઉત્પાદનખર્ચમાં વધારાને ધ્યાનમાં રાખીને અમે પહેલી એપ્રિલથી અમેઝના ભાવમાં ૧૨,૦૦૦ રૂપિયા સુધીનો વધારો કરીશું.
મારુતિ સુઝુકી ઇન્ડિયાએ જણાવ્યું હતું કે એ એકંદર ફુગાવો અને નિયમનકારી જરૂરિયાતોની અસરને આંશિક રીતે સરભર કરવા માટે એપ્રિલમાં એની મૉડલ રેન્જના ભાવમાં વધારો કરશે. જોકે ઑટો મેજરે કેટલો ભાવવધારો કરશે એ શૅર કર્યું નથી, કારણ કે એ આવતા મહિનાથી અમલમાં મૂકવા માગે છે.