નિર્મલા સીતારમણની બજેટ સ્પીચ દરમિયાન ખૂબ વોલેટાઇલ રહ્યું બજાર, જુઓ ઇન્ડેક્સની ચાલ

01 February, 2024 05:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આજે મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ (Market During Budget Speech) રજૂ કરવામાં આવ્યું હતું. આ ચૂંટણીનું વર્ષ હોવાથી તે વચગાળાનું બજેટ હતું

પ્રતીકાત્મક તસવીર

આજે મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ (Market During Budget Speech) રજૂ કરવામાં આવ્યું હતું. આ ચૂંટણીનું વર્ષ હોવાથી તે વચગાળાનું બજેટ હતું. અપેક્ષા મુજબ આ બજેટ દરમિયાન માર્કેટમાં ઘણી વોલેટિલિટી જોવા મળી હતી. દિવસની શરૂઆતમાં સ્થાનિક ઇક્વિટી બજાર સૂચકાંકો બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટી 50માં વધઘટ (Market During Budget Speech) જોવા મળી હતી. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે પોતાનું બજેટ ભાષણ શરૂ કર્યું ત્યારે બજાર ઈન્ટ્રા-ડે હાઈ પર પહોંચ્યું હતું. આ પછી જ્યારે ભાષણ પૂરું થયું ત્યારે બજારોમાં જોરદાર ઘટાડો થયો હતો. જોકે, પછી તે રિકવર થયું, પણ બાદમાં ફરી ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો અને અંતે બજાર લાલ નિશાન પર બંધ થયું હતું.

સેન્સેક્સ-નિફ્ટીની ચાલ

જ્યારે નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) પોતાનું બજેટ ભાષણ શરૂ કર્યું ત્યારે સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 72,151.02 અને નિફ્ટી 21,832.95ની ટોચે પહોંચ્યો હતો. 15 મિનિટમાં તે ફરીથી રેડ ઝોનમાં આવી ગયા હતા, પરંતુ પછી જ્યારે નાણા પ્રધાનનું ભાષણ આગળ વધ્યું ત્યારે બજારમાં જોરદાર રિકવરી જોવા મળી હતી. આ પછી, જ્યારે નાણા પ્રધાને પોતાનું બજેટ ભાષણ પૂરું કર્યું, ત્યારે સેન્સેક્સ 71600ની નીચે અને નિફ્ટી 21700થી નીચે ગયો હતો. આ પછી બજારમાં ફરી વધઘટ જોવા મળી રહી છે. એક દિવસ પહેલા સેન્સેક્સ 71,752.11 અને નિફ્ટી 21725.7 પર બંધ થયા હતા.

અન્ય પરિબળોની બજાર પર અસર

આજે બજારની મૂવમેન્ટ પર વચગાળાના બજેટની અસર તો નથી જ, પરંતુ યુએસ ફેડના નિર્ણયની અસર પણ દેખાઈ રહી છે. યુએસ ફેડ એ સંકેત આપ્યો છે કે તે આવતા મહિને માર્ચમાં દરોમાં ઘટાડો નહીં કરે, જેના કારણે વિશ્વભરના મોટાભાગના બજારોમાં ડાઉનવર્ડ ટ્રેન્ડ છે. ફિચનું કહેવું છે કે જૂન અથવા જુલાઈ પહેલાં રેટ કટની અપેક્ષા નથી. જોકે, ફેડ ચેરમેને કહ્યું કે દરો વધારવાનો તબક્કો પૂરો થઈ ગયો છે અને દર ઘટાડવાનો નિર્ણય ડેટા જોયા પછી લેવામાં આવશે.

union budget share market stock market national stock exchange bombay stock exchange business news