Market at All-time High: ભારતીય શેરબજાર ઐતિહાસિક ઊંચાઈ પર, બનાવ્યો નવો રેકૉર્ડ

01 April, 2024 11:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શેરબજારે (Market at All-time High) આજે જોરદાર શરૂઆત કરી છે અને નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે સ્થાનિક શેરબજારે જોરદાર ઉછાળા સાથે શરૂઆત કરી છે

પ્રતીકાત્મક તસવીર

શેરબજારે (Market at All-time High) આજે જોરદાર શરૂઆત કરી છે અને નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે સ્થાનિક શેરબજારે જોરદાર ઉછાળા સાથે શરૂઆત કરી છે. શેરબજાર ખુલતાની સાથે જ 74,101ના ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. બજાર ખુલ્યાની 20 મિનિટની અંદર સેન્સેક્સ અને નિફ્ટીએ નવો રેકૉર્ડ બનાવ્યો છે અને આ બંને સૂચકાંકો સર્વકાલીન ઊંચાઈ પર પહોંચી ગયા છે.

સેન્સેક્સ અને નિફ્ટીએ ઐતિહાસિક ટોચને સ્પર્શ્યા

આજે શેરબજાર (Market at All-time High) માટે નવા નાણાકીય વર્ષની શુભ શરૂઆત થઈ છે અને બજાર ખુલ્યા બાદ તરત જ સેન્સેક્સ અને નિફ્ટીએ ઓલ ટાઈમ હાઈ રેકૉર્ડ લેવલને વટાવીને નવી ઐતિહાસિક સપાટી બનાવી છે. NSEનો નિફ્ટી 22,529.95ની નવી રેકૉર્ડ ઊંચી સપાટીએ અને BSEનો સેન્સેક્સ 74,254.62ની નવી રેકૉર્ડ ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. આ બંને સૂચકાંકો હવે તેમના સંબંધિત ઑલ-ટાઇમ હાઈ ઝોનની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યા છે.

ભારતીય બજાર (Market at All-time High)ની આજની શરૂઆત 317.27 પોઈન્ટ અથવા 0.43 ટકાના ઉછાળા સાથે 73,968ના સ્તર પર થઈ છે અને NSE નિફ્ટી 128.10 પોઈન્ટ અથવા 0.57 ટકાના ઉછાળા સાથે 22,455ના સ્તર પર ખૂલ્યો છે.

સેન્સેક્સે 74,200ની ઊંચી સપાટી બનાવી

BSEના ઇન્ડેક્સ સેન્સેક્સ આજે 74,208ની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે અને તેમાં 557 પોઈન્ટનો જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 2 જ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને 28 શેરો ઉછાળા સાથે લીલા નિશાન પર ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સના ટોપ ગેનર્સમાં JSW સ્ટીલ 2 ટકા અને ટાટા સ્ટીલ 1.70 ટકા વધીને ટ્રેડ કરી રહ્યાં છે. કોટક બૅન્ક 1.55 ટકા અને HDFC બૅન્ક 1.25 ટકા ઉપર છે. બજાજ ફિનસર્વ 1.15 ટકા અને એશિયન પેઇન્ટ્સ 1.11 ટકા ઉપર છે.

નિફ્ટીના શેરની સ્થિતિ

BSE સેન્સેક્સ આજે તેની રેકૉર્ડ ઊંચાઈને સ્પર્શ્યો એટલું જ નહીં, NSE નિફ્ટી પણ તેના સર્વોચ્ચ સ્તરે સ્વિંગ કરી રહ્યો છે. તેના 50 શેરોમાંથી 48 શેર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને માત્ર 2 શેર જ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. ટોપ ગેઇનર્સમાં JSW સ્ટીલ, ટાટા સ્ટીલ, શ્રી રામ ફાઇનાન્સ, એપોલો હૉસ્પિટલ્સ અને L&Tના શેર સામેલ છે.

નિફ્ટીના બે ઘટી રહેલા શેરોમાં ભારતી એરટેલ અને બજાજ ઑટો જ એવા છે જે નબળાઈના રેડ ઝોનમાં છે. ભારતી એરટેલ 0.44 ટકા અને બજાજ ઓટો 0.15 ટકા ઘટ્યા હતા.

લાર્જકેપ અને મિડકેપ શેરોની આગેવાની હેઠળના લાભ સાથે વ્યાપક સૂચકાંકો સકારાત્મક ક્ષેત્રમાં ખુલ્યા હતા. બૅન્ક નિફ્ટી ઈન્ડેક્સ 266.45 પોઈન્ટ સાથે 0.57 વધીને 47,391.05 પર ખુલ્યો.

share market stock market nifty sensex national stock exchange bombay stock exchange business news