જાણીતા બિઝનેસમેન સજ્જન જિંદલ પર છેડતી અને બળાત્કારનો આરોપ, અભિનેત્રીએ કર્યો કેસ

17 December, 2023 12:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

JSW સ્ટીલ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સજ્જન જિંદલ પર એક મહિલાની છેડતી અને બળાત્કારનો આરોપ લાગ્યો છે. આ મામલામાં મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) પોલીસ સ્ટેશનમાં સજ્જન જિંદાલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

સજ્જન જિંદલ (તસવીર: એક્સ )

પ્રખ્યાત ઉદ્યોગપતિ JSW સ્ટીલ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સજ્જન જિંદલ પર એક મહિલાની છેડતી અને બળાત્કારનો આરોપ લાગ્યો છે. આ મામલામાં મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) પોલીસ સ્ટેશનમાં સજ્જન જિંદલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, સજ્જન જિંદલ 2021માં IPL મેચ જોતી વખતે VIP બોક્સમાં આ મહિલાને મળ્યા હતા. 

એક અભિનેત્રીએ એમડી વિરુદ્ધ બળાત્કારના કેસમાં ફરિયાદ નોંધાવી છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, 13 ડિસેમ્બરે BKC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હવે અભિનેત્રીએ આ મામલે માહિતી શેર કરી છે, તેણે કહ્યું છે કે આ ઘટના જાન્યુઆરી 2022માં બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં કંપનીની હેડ ઓફિસની ઉપરના પેન્ટહાઉસમાં બની હતી. તેણે વધુમાં કહ્યું કે આ વર્ષની શરૂઆતમાં તેની ફરિયાદ પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું, જેના કારણે અભિનેત્રીને કોર્ટનો સંપર્ક કરવાની ફરજ પડી હતી.

કેવી રીતે થઈ હતી પહેલી મુલાકાત?

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે એક્ટ્રેસ 2021ના ઓક્ટોબર મહિનામાં દુબઈમાં સજ્જન જિંદલને મળી હતી. જ્યાં બંને આઈપીએલ મેચ જોવા આવ્યા હતા, ત્યારબાદ બંને મુંબઈમાં મળ્યા હતા અને બંનેએ પ્રોપર્ટી ખરીદવાના સંબંધમાં નંબર એક્સચેન્જ કર્યા હતા. આ પછી સજ્જન જિંદલે અભિનેત્રીને `બેબ` જેવા શબ્દોથી સંબોધવાનું શરૂ કર્યું અને તેના લગ્ન સાથે જોડાયેલી અંગત વાતો કહી, જેને સાંભળીને અભિનેત્રી અસહજ થવા લાગી.

અભિનેત્રીએ ફરિયાદમાં જણાવ્યું છે કે એમડીએ તેને ચુંબન કરવાનો પ્રયાસ પણ કર્યો હતો અને જ્યારે તે 2022માં મીટિંગ માટે કંપનીના હેડક્વાર્ટર પહોંચી ત્યારે એમડી જિંદલ તેને પેન્ટહાઉસમાં લઈ ગયો અને તેણીએ ના પાડ્યા પછી પણ તેના પર જબરદસ્તી કરવાનો પ્રયાસ શરૂ કર્યો.

કલમ 376 હેઠળ કેસ નોંધાયો

આ ઘટના બાદ MDએ એક્ટ્રેસનો નંબર બ્લોક કરી દીધો અને જ્યારે ડિરેક્ટરને ખબર પડી કે એક્ટ્રેસ ફરિયાદ કરવા જઈ રહી છે તો તેણે તેને ધમકાવવાનું શરૂ કર્યું. ત્યારબાદ અભિનેત્રીએ ફેબ્રુઆરી 2023માં કલમ 376 અને 354 હેઠળ એમડી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહિનાઓ સુધી તેની ફરિયાદ પર ધ્યાન ન આપ્યું અને આ પછી અભિનેત્રીને કોર્ટમાં જવું પડ્યું.

કોણ છે સજ્જન જિંદલ?

સજ્જન જિંદલ સ્ટીલ વર્કસના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે, આજે દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓની યાદીમાં તેમનું નામ સામેલ છે, તેમણે મિકેનિકલ એન્જિનિયરિંગમાં બીએની ડિગ્રી લીધી છે અને તેમના પરિવારની સંપત્તિ કરોડોમાં છે.

business news mumbai news Crime News mumbai crime news mumbai police