વીમા કાયદામાં સુધારા બાદ એલઆઇસી સંયુક્ત લાઇસન્સ કલમ પર નિર્ણય લઈ શકે

27 December, 2022 03:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સંયુક્ત લાઇસન્સ મળશે તો સામાન્ય અને આરોગ્ય વીમો લેવાની પણ મંજૂરી મળશે

પ્રતીકાત્મક તસવીર

દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઇસી સંસદમાં વીમા કાયદા (સુધારા) બિલ પસાર થયા પછી સંયુક્ત લાઇસન્સ કલમ પર નિર્ણય લઈ શકે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

પ્રસ્તાવિત બિલ મુજબ અરજદાર કોઈ પણ કૅટેગરી અથવા પ્રકારના વીમાદાતાના વીમા વ્યવસાયના એક અથવા વધુ વર્ગો/પેટા-વર્ગોની નોંધણી માટે અરજી કરી શકે છે.

જોકે રીઇન્શ્યૉરર્સને વીમા વ્યવસાયના અન્ય કોઈ પણ વર્ગની નોંધણી મેળવવાની મનાઈ છે. એક સંયુક્ત લાઇસન્સ વીમા કંપનીઓને એક જ એન્ટિટી દ્વારા સામાન્ય અને આરોગ્ય વીમો લેવાની મંજૂરી આપશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે એકૉર્પોરેશન ઍક્ટ, ૧૯૫૬ને ધ્યાનમાં લઈને વ્યાપક રીતે બિલ પસાર થવાથી ઉદ્ભવતા સંયુક્ત લાઇસન્સ અને અન્ય મુદ્દાઓ પર નિર્ણય લેશે.

વીમા અધિનિયમ ૧૯૩૮ અને ઇન્શ્યૉરન્સ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઍક્ટ, ૧૯૯૯માં પ્રસ્તાવિત સુધારાઓ સાથેનું બિલ આગામી મહિને શરૂ થનારા બજેટ-સત્રમાં સંસદમાં રજૂ કરવામાં આવે એવી અપેક્ષા છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. જો સંયુક્ત વીમા નોંધણી માટેની દરખાસ્ત પસાર થાય છે તો આ કંપનીઓ માટે સોલ્વન્સી માર્જિન અને મૂડીની જરૂરિયાતમાં ફેરફાર થશે.

એલઆઇસી હાઉસિંગ ફાઇનૅન્સે વ્યાજદરમાં ૦.૩૫ ટકા વધાર્યો

મૉર્ગેજ ધિરાણકર્તા એલઆઇસી હાઉસિંગ ફાઇનૅન્સે એના ધિરાણદરમાં ૦.૩૫ ટકાનો વધારો કર્યો છે. મોટા હરીફ એચડીએફસી દ્વારા સમાન ટકાનો વધારો કર્યાના એક અઠવાડિયા પછી આ પગલું લેવામાં આવ્યું છે, જેમાં શ્રેષ્ઠ-રેટેડ લેનારાઓ માટે વ્યાજનો લઘુત્તમ દર સુધારીને ૮.૬૫ ટકા કરવામાં આવશે.

business news lic india