બજેટમાં જીએસટી સંબંધે સૂચવાયેલા ફેરફારો ભાગ - ૨

17 February, 2023 02:41 PM IST  |  Mumbai | Shrikant Vaishnav

જે વ્યક્તિ એક્ઝૅમ્પ્ટ શ્રેણીની સપ્લાય કરતી હોય અથવા તો જીએસટી લાગુ પડતો ન હોય એવી સપ્લાય કરતી હોય અથવા ઍગ્રિકલ્ચરિસ્ટ હોય તેમણે સીજીએસટી ઍક્ટ, ૨૦૧૭ની કલમ ૨૩ હેઠળ રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

કમ્પોઝિશન સ્કીમ પસંદ કરવા માટે લાગુ કરાયેલી મર્યાદા દૂર કરવા બજેટમાં મુકાયેલી દરખાસ્ત વિશે આપણે વાત કરી રહ્યા છીએ. ગયા વખતે કેટલીક જોગવાઈઓ વિશે વાત કરી, આજે એમાં આગળ વધીએ. 

સીજીએસટી ઍક્ટ, ૨૦૧૭ની કલમ ૨૩ (રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર ન હોય એવી વ્યક્તિઓ)માં પ્રસ્તાવિત સુધારા વિશે

જે વ્યક્તિ એક્ઝૅમ્પ્ટ શ્રેણીની સપ્લાય કરતી હોય અથવા તો જીએસટી લાગુ પડતો ન હોય એવી સપ્લાય કરતી હોય અથવા ઍગ્રિકલ્ચરિસ્ટ હોય તેમણે સીજીએસટી ઍક્ટ, ૨૦૧૭ની કલમ ૨૩ હેઠળ રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી, પછી ભલે તેમના કાર્યને લીધે તેમને કલમ ૨૪ હેઠળ અથવા કલમ ૨૨(૧) હેઠળની ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાની શરતો લાગુ થતી હોય. 

દા.ત. ધારો કે કોઈ વ્યક્તિ કરવેરો લાગુ પડતો ન હોય એવી ગુડ્સ ઍન્ડ સર્વિસિસની સપ્લાય કરતી હોય અથવા જીએસટી હેઠળ સંપૂર્ણપણે એક્ઝૅમ્પ્ટ હોય તેમણે જો એવી સપ્લાય (દા.ત. ઍડ્વોકેટની સેવાઓ) પ્રાપ્ત કરી હોય, જેના માટે પ્રાપ્તકર્તા તરીકે તેમણે આરસીએમ બેસિસ પર કરવેરો ચૂકવવાનો આવતો હોય, તેમણે અત્યાર સુધી કલમ ૨૪ હેઠળ રજિસ્ટ્રેશન કરાવવું પડતું હતું. હવે કલમ ૨૩માં કરવામાં આવેલા ફેરફારને પગલે ઉક્ત સ્થિતિમાં એટલે કે જેમાં આરસીએમ હેઠળ કરવેરો ચૂકવવાનો આવતો હોય એમાં પણ રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર રહેતી નથી. 

વિલંબિત જીએસટી રિટર્ન ફાઇલ કરવા માટેની સમયમર્યાદા ત્રણ વર્ષની કરવા વિશેની દરખાસ્ત

જીએસટીઆર - ૧, જીએસટીઆર - ૩બી, જીએસટીઆર - ૯ અને જીએસટીઆર - ૯સી અને જીએસટીઆર - ૮ જેવાં જીએસટી રિટર્ન ફાઇલ કરવા માટેની છેલ્લી તારીખથી ત્રણ વર્ષ સુધીમાં રિટર્ન ભરવા દેવાને લગતો સુધારો કરવાની દરખાસ્ત મુકાઈ છે. આમ, ત્રણ વર્ષ સુધી રિટર્ન ભરવા દેવા માટે કલમ ૩૭, કલમ ૩૯, કલમ ૪૪ અને કલમ ૫૨માં ફેરફાર કરવાની દરખાસ્ત મુકાઈ છે. 

આની સાથે-સાથે એવી પણ દરખાસ્ત છે કે ત્રણ વર્ષની આ સમયમર્યાદાને અમુક શરતો અને નિયંત્રણોને આધીન રહીને લંબાવી શકાશે. રજિસ્ટર્ડ પર્સન અથવા રજિસ્ટર્ડ પર્સન્સના એક વર્ગ માટે આ દરખાસ્ત મુકાઈ છે. 

ઉક્ત ફેરફારનો અર્થ એ થયો કે આની પહેલાં ઉક્ત રિટર્ન ફાઇલ કરવા માટે કોઈ વિલંબિત સમયમર્યાદા રાખવામાં આવી નહોતી. હવે સંબંધિત રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખથી ત્રણ વર્ષ સુધીની સમયમર્યાદા દાખલ કરવામાં આવી છે. જોકે સરકારને નોટિફિકેશન બહાર પાડીને આ સમયમર્યાદા વધારવાનો અધિકાર આપવામાં આવ્યો છે. 

આ પણ વાંચો: અનરજિસ્ટર્ડ પર્સન દ્વારા ચૂકવાયેલા જીએસટીનું રીફન્ડ

બિન-કરપાત્ર ઑનલાઇન પ્રાપ્તકર્તાની વ્યાખ્યામાં પ્રસ્તાવિત સુધારો

આઇજીએસટી ઍક્ટ, ૨૦૧૭ની કલમ ૨(૧૬) હેઠળ બિન-કરપાત્ર ઑનલાઇન પ્રાપ્તકર્તાની વ્યાખ્યામાં સુધારો કરવાની દરખાસ્ત છે. એ મુજબ વાણિજ્ય, ઉદ્યોગ કે અન્ય કોઈ બિઝનેસ અથવા પ્રોફેશન સિવાયના હેતુસર ઑનલાઇન માહિતી અને ડેટાબેઝનો એક્સેસ અથવા રિટ્રિવલ સર્વિસિસની પ્રાપ્તિને લગતી શરત દૂર કરવાનું સૂચવાયું છે. 

હવે બિન-કરપાત્ર ઑનલાઇન પ્રાપ્તકર્તાનો અર્થ કરપાત્ર ક્ષેત્રમાં રહેલી અનરજિસ્ટર્ડ વ્યક્તિ અને બિન-કરપાત્ર ક્ષેત્રમાં રહેલી વ્યક્તિ પાસેથી ઑનલાઇન માહિતી અને ડેટાબેઝનો એક્સેસ અથવા રિટ્રિવલ સર્વિસિસની પ્રાપ્તિ કરનાર અનરજિસ્ટર્ડ વ્યક્તિ એવો થશે.

ઑનલાઇન માહિતી અને ડેટાબેઝનો એક્સેસ અથવા રિટ્રિવલ સર્વિસિસની પ્રાપ્તિની વ્યાખ્યામાં પણ ફેરફાર કરવાનો પ્રસ્તાવ છે. આ પ્રકારની સપ્લાય મુખ્યત્વે ઑટોમેટેડ હોય છે અને એમાં મનુષ્યનો હસ્તક્ષેપ ઓછામાં ઓછો હોય છે એથી એ સપ્લાય પૂરી પાડવાની સ્થિતિને લગતી શરત દૂર કરવાની દરખાસ્ત છે. 

સીજીએસટી ઍક્ટની કલમ ૨૪(૬) સંબંધે સ્પષ્ટતા

સીજીએસટી ઍક્ટની કલમ ૨૪(૬) સંબંધે રજિસ્ટર્ડ વ્યક્તિઓ (અર્થાત્ કલમ ૫૧ હેઠળ માત્ર ટીડીએસનું ડિડક્શન કરવાના હેતુસર રજિસ્ટર થયેલી વ્યક્તિઓ)ને આ પેટા-કલમના હેતુસર અનરજિસ્ટર્ડ પર્સન ગણવામાં આવશે. 

business news goods and services tax