જિયો ઇન્ફોકૉમનો ચોખ્ખો નફો ૧૨.૧૭ ટકા વધ્યો, આવક ૯.૯૧ ટકા

22 July, 2023 04:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કંપનીએ જૂન ક્વૉર્ટરનાં પરિણામો જાહેર કર્યાં

પ્રતીકાત્મક તસવીર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ટેલિકૉમ વિભાગ જિયો ઇન્ફોકૉમે જૂનમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ૪૮૬૩ કરોડ રૂપિયાનો સ્ટૅન્ડઅલોન ચોખ્ખો નફો નોંધાવ્યો હતો જે વાર્ષિક ધોરણે ૧૨.૧૭ ટકાની વૃદ્ધિ નોંધાવી હતી. અગાઉના ક્વૉર્ટરની સરખામણીએ એ ૩.૧૧ ટકા વધ્યો હતો.

એની કામગીરીમાંથી ૨૪,૦૪૨ કરોડ રૂપિયા આવક થઈ છે જે વાર્ષિક ધોરણે ૯.૯૧ ટકા વધી છે. અનુક્રમે એ અગાઉના ક્વૉર્ટરમાં ૨૩,૩૯૪ કરોડ રૂપિયાથી ૨.૭૬ ટકા વધી હતી એમ ટેલિકૉમ કંપનીએ રિલીઝમાં જણાવ્યું હતું.

કંપનીએ જણાવ્યું હતું કે ક્વૉર્ટર માટે એની વ્યાજ, કરવેરા, અવમૂલ્યન અને ઋણમુક્તિ પહેલાંની કમાણી ૧૨,૨૭૮ કરોડ રૂપિયા હતી જે ક્વૉર્ટર ધોરણે ૦.૫૫ ટકા વધી હતી, જે અગાઉના ક્વૉર્ટરમાં ૧૨,૨૧૦ કરોડ રૂપિયા હતી. 

jio reliance business news