29 June, 2022 05:13 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઈશા અંબાણી (ફાઈલ તસવીર)
એશિયાના સૌથી ધનાઢ્ય પરિવારમાં ઉત્તરાધિકારીની પસંદગીનો સિલસિલો શરૂ થઈ ગયો છે. મુકેશ અંબાણી પોતાની ઉત્તરાધિકારી યોજનાને લઈને આગળ ચાલતા પ્લાન હેઠળ નવા બીજા નિર્ણયની જાહેરાત કરી શકે છે. Bloombergના એક રિપૉર્ટ પ્રમાણે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કૉન્ગલોમરેટના અનેક ઑપરેશનનો ભાગ બનેલી તેમની દીકરી ઈશા અંબાણી હવે આના રિટેલ યૂનિટ Reliance Retailની ચેરમેન એટલે કે અધ્યક્ષા બનશે. હજી સુધી આની ઑફિશિયલ જાહેરાત થઈ નથી, પણ બુધવારે જ આની માહિતી આપવામાં આવી શકે છે. આ મામલે વધારે માહિતી ધરાવતા લોકોએ નામ ન જાહેર કરવાની શરતે આ જણાવ્યું છે.
ઈશા અંબાણી હાલ Reliance Retail Ventures Ltd.ની ડિરેક્ટર છે.
ઈશા અંબાણીને રિટેલ યૂનિટના ચેરમેન બનાવવાની માહિતી ત્યારે આવી રહી છે, જ્યારે મંગળવારે તેમના ટ્વિન્સ ભાઈ આકાશ અંબાણીને ટેલીકૉમ યૂનિટના ચેરમેન બનાવવામાં આવ્યા છે. ઈશા અંબાણી અને આકાશ અંબાણી બન્ને મેટા પ્લેટૉર્મ સાથે ઇન્વેસ્ટની ડીલમાં રિલાયન્સનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.
રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ જિઓ રિલાયન્સ ગ્રુપની સબ્સિડિયરીઝ છે. 217 બિલિયન ડૉલરની વેલ્યૂ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કૉન્લોમરેટની ફ્લેગશિપ કંપની છે. મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે.
ઈશા અંબાણી વિશે કેટલીક મહત્વની વાતો
મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીની ઓળખ તેમની દીકરી હોવાની તો છે, પણ 30 વર્ષની ઈશાએ Relianceમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાની જગ્યા બનાવી છે. ઈશા રિલાયન્સ રિટેલ અને જિઓના ઑપરેશનમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. તેમને અને તેમના ભાઈ આકાશ અંબાણીને જિઓનો ચહેરો બનાવી રજૂ કરવામાં આવ્યાં હતાં.
તે 2014માં રિલાયન્સ રિટેલ અને જિઓની બૉર્ડ ડિરેક્ટર બની. 2015માં આકાશ સાથે જિઓ 4G લૉન્ચ કર્યું અને 2020માં રિલાયન્સ AGM હોસ્ટ કર્યું. 2015માં એશિયાની 12 પાવરફુલ બિઝનેસવિમેનની યાદીમાં પણ તેનો સમાવેશ થયો હતો અને 2008માં બીજી સૌથી યંગ અરબપતિ મહિલા ઉત્તરાધિકારી તરીકે પસંદગી પામી હતી.
મુંબઈની ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી સ્ટડી કર્યા પછી ઈશા અંબાણીએ USની પ્રતિષ્ઠિત સ્ટેનફોર્ડ અને યેલ યૂનિવર્સિટીમાંથી હાયર સ્ટડીઝ કરી. ઈશા અંબાણીએ રિલાયન્સ સાથે જોડાતાં પહેલા ન્યૂયૉર્કની મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ફર્મ Mckinsey & Company સાથે બિઝનેસ એનાલિસ્ટ તરીકે કામ કર્યું હતું.
2018માં ઈશાનાં લગ્ન ફાર્મા કંપની પિરામલ ગ્રુપ્સના આનંદ પિરામલ સાથે થયા હતા. તેમના લગ્ન દેશની સૌથી મોંધા લગ્નમાં ગણાય છે. ઈશા રિલાયન્સ ફાઉન્ડેશનના ડિજિટલ એજ્યુકેશન પ્રૉગ્રામ સાથે પણ જોડાયેલી છે, આ અંતર્ગત ગ્રામીણ ક્ષેત્રોમાં શિક્ષકોને મદદ પહોંચાડવામાં આવે છે.