23 March, 2023 03:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
આયર્ન ઑરની બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને સરકારી કંપનીઓ ભાવ વધારી રહી છે. સરકારી માલિકીની એનએમડીસીએ મંગળવારે જણાવ્યું હતું કે તેણે તાત્કાલિક અસરથી આયર્ન ઑરના લમ્સની કિંમતમાં ૧૦૦ રૂપિયા વધારીને ૪૫૦૦ રૂપિયા પ્રતિ ટન કર્યા છે. કંનપીએ નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે દેશની સૌથી મોટી આયર્ન ઑર કંપનીએ પણ આયર્ન ઑરના ફાઇન્સના દરમાં ૨૦૦ રૂપિયા વધારીને ૪૧૧૦ રૂપિયા પ્રતિ ટન કર્યા છે. આ કિંમતો મંગળવારથી અમલી છે અને એમાં રૉયલ્ટી, ડિસ્ટ્રિક્ટ મિનરલ ફન્ડ, નૅશનલ મિનરલ એક્સપ્લોરેશન ટ્રસ્ટ, સેસ, ફૉરેસ્ટ પરમિટ ફી અને અન્ય ટૅક્સને બાકાત રાખવામાં આવ્યા છે, એમ કંપનીએ જણાવ્યું હતું. લમ્પ ઑર અથવા ઉચ્ચ-ગ્રેડ આયર્ન ઑરમાં ૬૫.૬૫૩ ટકા આયર્ન હોય છે, જ્યારે ફાઇન્સમાં ૬૪ ટકા આયર્ન હોય છે. કંપનીએ ફેબ્રુઆરીમાં પણ આયર્ન ઑરના ભાવમાં વધારો કર્યો હતો. આયર્ન ઑર એ સ્ટીલના ઉત્પાદનમાં વપરાતા મુખ્ય કાચા માલમાંનું એક છે અને એની કિંમતોમાં થતી કોઈ પણ હિલચાલ સ્ટીલના દરો પર સીધી અસર કરે છે.